મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજપૂત યુવકે બીકોમ સુધી અભ્યાસ કરી ખેતીનો અપનાવ્યો વ્યવસાય : ખંઠેર જમીનને ફળદ્રુપ બનાવી ઉગાડ્યું ડ્રેગન ફ્રુટ
News Jamnagar October 27, 2020
જામનગર
જામનગરના પ્રગતિશીલ રાજપૂત યુવકે આધુનિકતાની સાથે ઓર્ગેનિક ખેતી કરી ડ્રેગનફ્રુટ સહિત વિદેશી ધરતી ઉપર ઉગતાં પેશન ફ્રુટ-બુસ્ટીંગ, અંજીર, સફેદ સેતુર, હનુમાન ફળ સહિત 28 પ્રકારના ફ્રુટ ઉગાડવામાં સફળતા મેળવી છે ત્યારે પરંપરાગત ખેતી કરતા ખેડૂતો માટે નવોચીલો ચિતર્યો છે.
જામનગરના પ્રગતીશીલ ખેડૂત પ્રવિણસિંહ ઝાલા અને તેમના પુત્ર ભગીરથસિંહ ઝાલાએ પોતાની કાલાવડ તાલુકાના માછરડા ગામે આવેલી પોતાની 11 વિઘા જેટલી બંજર અને પડતર પડેલી જમીનમાં દિવસ રાત જોયા વગર મહેનત કરી જમીનને ફળદ્રુપ બનાવી ક્રિતીકા ઓર્ગેનિક ફાર્મના નામે 11 વીઘા જમીનમાં ડે્રગનફ્રુટ સહિત કુલ 28 જાતના અલગ અલગ ફ્રૂટનું વાવેતર કર્યુ જે ગાય આધારીત છે. પિતા-પુત્રની મહેનતને પગલે એક જ વર્ષમાં ડ્રેગન ફ્રૂટમાં ઐતિહાસિક કહી શકાય તેવી સિદ્ધી હાંસલ કરી જેમાં તેઓએ બજારમાં મળતા 500થી 600 ગ્રામના ડે્રગન ફ્રુટને બદલે 815 ગ્રામ જેટલો વજન ધરાવતા ડ્રેગન ફ્રુટ ઉગાડી ગુજરાત ભરમાં નામના મેળવી છે.
મહત્વનું છે કે હાલ બજારમાં રૂા.150થી 200 પ્રતિ નંગના ભાવે વેચાતા ડ્રેગન ફ્રૂટનું વધુમાં વધુ વજન 850 ગ્રામ હોવાનો વિદેશી રેકોર્ડ છે, ત્યારે માછરડાના પિતા-પુત્રએ 815 ગ્રામ વજનનું ડ્રેગન ફ્રૂટ ઉગાડી ગુજરાત જ નહીં બલ્કે દેશભરમાં જામનગરનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત આશરે એક હજાર કિલો જેટલું ડ્રેગન ફ્રૂટ નું ઉત્પાદન કરી દશ ગણી કમાણી કરી છે.
જામનગર: ‘સિદ્ધિ તેને જય વરે જે પરસેવે ન્હાય’ આ કહેવતને જામનગર પંથકના પ્રગતિશીલ ખેડૂતે સાર્થક કરી છે. કાલાવડ તાલુકાના માછરડા ગામમાં આવેલી પોતાની જમીન કે જેમાં ગાંડા બાવળો ઉભા હોઈ દેખાતાજ સાવ બંજર જેવી લાગતી જમીનમાં પિતા-પૂત્રની જોડીએ ઉપરોકત કહેવતને શબ્દશ સાર્થક કરવા મહેનત આદરી હોઈ તેમ સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી થકી વિદેશી ફળ ડ્રેગન ફ્રુટ નું વાવેતર કર્યુ અને તેઓની જાને મહેનત પણ રંગ લાવી હોઈ તેમ હાલ ઐતિહાસિક કહી શકાય તેટલું 815 ગ્રામ વજન ધરાવતા ડે્રગન ફ્રૂટનું ઉત્પાદન કર્યુ છે.
વર્તમાન સમયમાં ખેડૂત ખેતીક્ષેત્રે અવનવા કિમીયાઓ કરી પોતાની જમીનમાં સારી ઉપજ થકી કમાણી મા વધારો કરતો થયો છે. ત્યારે જામનગર પંથકના આ ખેડૂત પોતાની આગવી સૂઝબૂઝ થકી વાવેતરમાં ઓછો ખર્ચ અને બમણું ઉત્પાદન કર્યું છે..
ડ્રેગન ફ્રુટમાં રોગપ્રતિકારક શકિત વધારવામા ખુબજ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, ત્યારે આ ઓર્ગેનિક ડ્રેગનફ્રુટનું સોશિયલ મીડિયાના માધ્યમ થકી પ્રગતિશીલ ખેડૂતના પત્ની ભાવિકાબા ઝાલા દ્વારા વેંચાણ કરી હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે,ભગીરથસિંહ ઝાલાએ બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યા બાદ શોખથી ઓર્ગેનિક ખેતી કરી મોટા પાયે ઉત્પાદન મેળવી જામનગર જીલ્લા નું નામ રોશન કરી રહ્યાં છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024