મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના નાઘેડી ગામે આવેલ સ્મશાનનું કરાયું પુન: નિર્માણ અગ્નિદાહના લાકડાં માટે કોઈપણ જાતની ફી નહીં વસુલાઈ
News Jamnagar October 27, 2020
જામનગર
પ્રવર્તમાન સમય માં કોરોના કાળમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે માટે ઉભી થયેલી ગંભીર સમસ્યાને ધ્યાને લઇ સમર્પણ જનરલ હોસ્પિટલનાં મેનેજિંગ ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલાએ નાઘેડી પાસે આવેલ લહેર તળાવ પાસે એક જુના સ્મશાન ને પુન: નિર્માણ કરાયું છે.
વૈશ્વિક મહામારી એવા કોરોના કાળના ભયાનક સમય દરમિયાન લગભગ દરરોજ જામનગરની જી.જી. હોસ્પિટલ તેમજ પ્રાઇવેટ કોવિડ સેન્ટરોમાં મળીને ૧૫ થી વીસ લોકો મૃત્યુને ભેટે છે અને બીજા કુદરતી મૃત્યુ થાય છે જેના લીધે સ્મશાનમાં લાઇનો લાગે છે અને મૃતદેહો તથા તેમના કુટુંબીજનોને કલાકો સુધી સુધી અંતિમ સંસ્કાર માટે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ બધી દુખદ પરિસ્થિતિ વસ્તાભાઈ કેશવાલા ધ્યાનમાં આવતાં એક સ્મશાન બનાવવું જોઇએ બીજાઓના દુઃખમાં આમતો આપણે ભાગ લઇ શકતા નથી પણ સ્મશાનમાં તો સેવા કરી શકીએ ને….? આવો વિચાર મનમાં આવ્યો અને તેને તેનો અમલમાં બીજા જ દિવસે મૂકેલ છે અને તા. 1-9-20થી નાઘેડી ગામે જુના સ્મશાનને રીનોવેટ કરી વધુ સુવિધાઓ પૂર્ણ કરવાનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. નાઘેડી ગામનું સ્મશાન જે 2000ની સાલમાં ‘કબિર લ્હેર તળાવ’ ખંભાળિયા રોડ ઉપર બાંધેલ તે સમયે જ તે સમયના મહંત જગદીશદાસજી મહારાજની આજ્ઞાથી બનાવવામાં હતું. તેને 20 વર્ષ થયા છે તે જ સ્મશાનને ફરીથી નવુ બનાવવાનું કામ શરુ કરેલ હતું જે પૂર્ણ થઈ ગયેલ છે અને જનતાની સેવા માટે અર્પણ કરવામાં આવ્યું છે.
આ સ્મશાનનું નામ પણ મહંત જગદીશપ્રસાદજી મહારાજ દ્વારા ‘સત્યલોક પ્રસ્થાનધામ’ રખાયું છે. આ સ્મશાન ગૃહ માં અગ્નિદાહ માટે મૃતકના પરિવાર પાસેથી કોઇપણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં. અગ્નિદાહ માટે જરુરી લાકડાં પણ સ્મશાન તરફથી ફ્રી આપવામાં આવશે તેની કોઇપણ કિંમત લેવામાં આવશે નહીં અને જો કોઇ અતિ દિન દુ:ખી કુટુંબ હશે તો તેને ક્રિયાક્રમ માટે વસ્તાભાઈ દ્વારા બનતી શક્તિ પ્રમાણે આર્થિક મદદ પણ કરાશે. હાલ ત્રણ ખાટલા ફીટ કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં જરુરત પડશે તો વધુ ખાટલા ફીટ કરવામાં આવશે અને કોઇ દિવસ લાકડા વગર કોઇપણ મૃતદેહને રાહ જોવી પડે કે રઝડવું પડે એવી પુરતી વ્યવસ્થાઓ તેમજ સ્ટોકનું ધ્યાન વસ્તાભાઈ કેશવાલા દ્વારા જાતે રાખવામાં આવશે. તેમજ વધુમાં સ્વચ્છતા જાળવવા માટે મેઇન ગેઇટથી આખા પરિસર 4000 ચો.ફૂટમાં સિમેન્ટના બ્લોક નાખવામાં આવ્યા છે.https://youtu.be/-VcScdi8cRA
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024