મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગેરકાયદેસર ની ચાર દુકાનો ઉપર મહાનગરપાલિકાનું બુલડોઝર આજે સવારે ફરી વળ્યું.
News Jamnagar October 28, 2020
જામનગર
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્રારા રણજીતસાગરરોડ ઉપર જડેશ્વર પાર્કમાં આવેલ ચાર ચારગેરકાયદેસરની દુકાનો ઉપર આજેસવારે બુલડોઝર ફેરવીદીધું હતું. અને સરકારી જમીન ઉપરનું દુકાનોનું દબાણ દુર કર્યું હોવાનું એસ્ટેટ શાખાના રાજભા ચાવડાએ જણાવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાનું તંત્ર ધીમે ધીમે ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરી રહ્યું છે.
ચાર દુકાનોનું બાંધકામ મહાનગર પાલિકા દ્વારા આજે તોડી પાડવામાં આવ્યું હતું અને 1600 ચોરસ ફૂટ જગ્યા ખાલી કરાવાઈ હતી. જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં નગાભાઈ કરમુર દ્વારા ચાર દુકાનોનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. મંજુરી વગરની આ ચારેય દુકાનોનું ચાલુ બાંધકામ આજે મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તોડી પાડવામાં આવી હતી અને આશરે 1600 ફૂટ જગ્યા ખાલી કરાવવામાં આવી . માનપા. કમિશ્નર સતીષ પટેલની સૂચનાથી એસ્ટેટ શાખાના સુનિલ ભાનુશાળી અને રાજભા ચાવડાની આગેવાની હેઠળ આ દુકાનોના બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024