મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાત સરકારની ખેડૂતો માટેની મહત્વની યોજનાનુ જામનગર જિલ્લામાં લોકાર્પણ કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
News Jamnagar October 30, 2020
સૂર્યશક્તિ કિસાન યોજના જગતના તાત માટે નવી ઉર્જાનો સંચાર કરશે–પૂનમબેન માડમ
જામનગર
ગુજરાત સરકારની ખેડૂતો માટેની મહત્વની યોજનાનુ જામનગર જિલ્લામા સંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ આ તકે શ્રી પૂનમબેન એ જણાવ્યુ હતુ કે સુર્યશક્તિ કિસાન યોજના જગતના તાત માટે નવી ઉર્જાનો સંચાર કરશે
ગુજરાત સરકારની, ખેડૂતો માટેની મહત્વપુર્ણ યોજના” સૂર્યશક્તિ કિસાન યોજના”નું, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં,સડોદર ખાતેથી યોજાયેલા ખાસ સમારોહમાં સમાણા ના ૬૬ કે.વી. સબસ્ટેશન ના મેથાણ ફીડરથી, લોકાર્પણ સંસદસભ્ય પૂનમબેન માડમ ના વરદ હસ્તે કરવામા આવ્યુ હતુ ત્યારે ગ્રામ્ય વિસ્તાર માટે એક ઉત્સાહના સંચાર સમાન વાતાવરણ બની રહ્યુ હતુ અને કુમારીકાઓએ સાંસદ પૂનમબેન નુ કુમકુમ તિલક કરી મંગલમય વાતાવરણ માં હોંશભેર સ્વાગત કર્યુ હતુ
આ તકે ખેડુતોને સંબોધન કરતી વેળાએ સાંસદ પૂનમબેને જણાવ્યુ હતુ કે જગતના તાત ને વિજળી માટે સ્વાવલંબી બનવા બદલ હુ અભિનંદન પાઠવુ છુ કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા ધરતીપુત્રોને સન્માનભેર “આત્મનિર્ભર” બનાવવાની દિશામા કૃષી બીલ સુધારા-કિસાન સહાય પેકેજ-સાત પગલા ખેડૂત કલ્યાણના- ટેકાના ભાવે ખેત ઉત્પાદન ખરીદી અને એ ઉપરાંત વાવણીથી વેંચાણ સુધી ની અનેકવિધ યોજનાઓ અને જગતના તાત ને મદદ કરવા માટે લેવાયેલા અનેક પગલાઓથી ખેડૂતો માટે ઐતિહાસીક પ્રગતિ સાથે હરિયાળી ક્રાંતિના દ્વાર ખુલ્યા છે ખાસ કરીને સાંસદસભ્ય પૂનમબેન માડમએ વધુમાં જણાવ્યુ હતુ કે ખેડુતો પરસેવો પાડી અથાગ જહેમત કરી ખેત ઉત્પાદન માટે રાત દિવસ એક કરે છે તેમાં તેમના પરિવારનો પણ નોંધપાત્ર સહયોગ હોય છે તેમજ આ રીતે અન્નદાતાઓની જહેમત દ્વારા થતા ખેતઉત્પાદનો આપણા ખેતીપ્રધાન રાષ્ટ્રમાં અર્થતંત્ર માટે તેમજ પ્રગતિ માટે મહત્વનો હિસ્સો ધરાવે છે તેમ જણાવી, વાવણી થી વેંચાણ સુધીની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવા અંગે કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીનો પણ સાંસદ શ્રી પૂનમબેને આભાર વ્યક્ત કર્યો હતો
આ લોકાર્પણ સમારોહમાં જામનગર મહાનગર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા- પુર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા -વાસ્મોના ડિરેક્ટર અમુભાઈ વૈશ્નાણી-
જામજોધપુર તાલુકા ભાજપ પ્રમુખ જે.ટી.ડોડિયા -તાલુકા ભાજપ મહામંત્રી માયાભાઈ બડીયાવદરા–તાલુકા પંચાયત પ્રમુખ ધાનાભાઈ બેરા–મેથાણ ના સરપંચ નંદલાલ સિદપરા –તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ જોષી
–મોટી ગોપના પુર્વ સરપંચ રાજાભાઇ નંદાણીયા તેમજ
આજુબાજુના ગામોના સરપંચો-આગેવાનો ઉપરાંત ખુબ જ બહોળી સંખ્યામા પરિવારજનો સહિત ખેડૂતો તેમજ ગ્રામ્ય ભાઇઓ બહેનો અને વિજ વિભાગોના બંને એકમોના તેમજ પંચાયત રેવન્યુ ના લગત અધીકારીઓ ટેકનીકલ ટીમ તેમજ સોલાર પેનલ નિષ્ણાંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમનુ સંચાલન ભરતભાઇ અમૃતિયાએ કર્યુ હતુ
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024