મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અમદાવાદની સોલા સિવિલના બે ડોક્ટર 8 લાખની લાંચ લેતા રંગે હાથ એ.સી.બી ઝડપી લીધા
News Jamnagar October 30, 2020
અમદાવાદ
અમદાવાદની સોલા સિવિલના બે ડોક્ટર 8 લાખની લાંચ લેતા રંગે હાથ એ.સી.બી ઝડપી લીધા
કેટરિંગ કોન્ટ્રાક્ટના બાકી રહેલા 1 કરોડના નાણાં માટે માગી હતી લાંચ હોસ્પિટલના ઈન્ચાર્જ આરએમઓ ઉપેન્દ્ર પટેલ એસીબીના સકંજામાં બીજા આરએમઓ ડૉ.શૈલેષ પટેલની પણ ધરપકડ 8 લાખની રકમ ડૉક્ટર ઉપેન્દ્ર પટેલ ઝડપાયા
બન્ને આરોપીને એસીબીએ કર્યા ડિટેઈન સિવિલના બે મોટા ડોક્ટર ઝડપાતા ખળભળાટ
અમદાવાદમાં એસજી હાઇવે પર સોલા વિસ્તારમાં સરકારી હોસ્પિટલ આવેલી છે.કોરોના સમયગાળામાં આ હોસ્પિટલમાં પણ કોરોનાના સેંકડો દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને હજુ પણ સંખ્યાબંધ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના મહાકાળમાં અને આમ પણ ડોક્ટરોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. પરંતુ એ જ સરકારી ડોક્ટરો કાળી કમાણી માટે લાંચના રવાડે ચઢે ત્યારે તેઓ માનવતાના દુશ્મની સાથે સાથે સમાજના પણ દુશ્મન અને કલંક સમાન છે. એસીબીએ સોલાના બે મેડિકલ ઓફિસરોને અધધ.કહી શકાય એટલી 8 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે
આરોપી.(૧)ડૉ. ઉપેન્દ્ર ભાઇ ગોપાલભાઇ પટેલ
મેડીકલ ઓફિસર (ઇન્ચાર્જ આર.એમ.ઓ) ,વર્ગ-૨,સોલા સિવિલ હોસ્પિટલ,સોલા, અમદાવાદ.(૨).ડૉ.શૈલેષકુમાર ચેલાભાઇ પટેલ મેડીકલ ઓફિસર(ઇન્ચાર્જ વહીવટી અધિકારી),વર્ગ-૨,સોલા સિવિલ હોસ્પિટલ,સોલા,અમદાવાદ. અમદાવાદ.બન્ને આરોપીઓને ડીટેઈન કરી કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવી ધરપકડની કાર્યવાહી હાથ ધરનાર છે લાંચની માંગણીની રકમ.રૂ. ૮,૦૦,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ .રૂ.૮,૦૦,૦૦૦/-લાંચની રીકવરીની રકમ રૂ.૮,૦૦,૦૦૦/-ગુનાનું સ્થળ.મોજે -સોલા સિવિલ હોસ્પિટલ,સોલા.
કોવિડ-૧૯ અંંગે સોલા સિવિલ હોસ્પિટલમાંં દાખલ થયેલ દર્દીઓ માટે પાણી તેમજ સોલા સિવિલ હોસ્પિટલ સ્ટાફ નાઓને ચા-નાસ્તો, જમવાનું તેમજ પાણી પૂરૂ પાડવા માટે સુપ્રિટેન્ડન્ટ શ્રી,સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા ઓર્ડર થતા જે ઓર્ડર આધારે ફરીયાદીશ્રીના ભાઇ દ્વારા ચાર માસ સુધી કોવિડ-૧૯ અંગે ચા પાણી તથા જમવાનું પૂરૂ પાડેલ જે કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ બિલ રૂ.૧,૧૮,૦૦,૦૦૦/- મંજૂર કરવા માટે પ્રથમ ૩૦% લેખે લાંચની માંગણી કરેલ રકઝકના અંતે ૧૬% લેખે રૂ.૧૬,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જેમાં ફરીયાદી પાસેથી અગાઉ બે તબક્કે રૂ.૧૦,૦૦,૦૦૦/- લઇ લીધેલ તથા બાકીના રૂ.૬,૦૦,૦૦૦/- તથા ફરીયાદી ના ભાઇની કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા બીજા રૂ.૨,૦૦,૦૦૦/- ની લાંચ માંગેલ એમ મળી કુલ્લે રૂ.૮,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી લાંચની માંગણીમાં બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી આરોપી.નં.૧ નાઓએ સોલા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ઓફિસની સામે વેઈટીંગ રૂમમાં ફરીયાદીશ્રી પાસેથી રૂ.૮,૦૦,૦૦૦/- માંગી સ્વીકારી બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબત ટ્રેપીગ અધિકારી આર.જી.ચૌધરી ,પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી.પો.સ્ટે.અમદાવાદ સુપરવિઝન અધિકારી:- કે.બી.ચુડાસમા,મદદનીશ નિયામક,એ.સી.બી.અમદાવાદ એકમ, અમદાવાદ.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024