મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લીંબડી વિધાનસભા બેઠક ની પેટાચુંટણી સંદર્ભે જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા સઘન પ્રચાર પ્રસાર
News Jamnagar October 31, 2020
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટસિંહ રાણાને પ્રચંડ જનમત મળે તે માટે જુદા જુદા ગૃપ સાથે બેઠકો-કાર્યાલયમા મીટીંગ-ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ-પત્રિકા વિતરણ- મતદાર સંપર્ક અભિયાન સહિતનો પ્રચાર યોજતા સાંસદ શ્રી પૂનમબેન માડમ
જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા ૬૧-લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચુંટણી માટે સઘન પ્રચાર પ્રસાર અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ
તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટસિંહ રાણાને પ્રચંડ જનમત મળે તે માટે જુદા જુદા વિસ્તારોમાં વિવિધ ગૃપ સાથે બેઠકો- ભાજપ કાર્યાલય પર હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે મીટીંગ -ડોર ટુ ડોર સંપર્ક અભિયાન- પ્રચાર માટેની પત્રિકાઓના વિતરણ- બહેનો ના ગૃપ સાથે ખાસ બેઠકો-પ્રચાર અભિયાન ની સમીક્ષા તેમજ જુદા જુદા વિસ્તારોના આગેવાનો ના નિવાસસ્થાને મુલાકાત લઇ ભાજપ તરફી વાતાવરણ બનાવવા વિશેષ જહેમત ઉઠાવી હતી
આ વિવિધ પ્રકારના ચુંટણી પ્રચાર ના આયોજન સાથે વડીલો-ભાઇઓ-બહેનો સૌ ને નમ્ર અપીલ કરી ભાજપના ઉમેદવાર શ્રી કિરીટસિંહ રાણાને જંગી બહુમતી સાથે ઝળહળતો વિજય મળે તે માટે ૧૨-જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા લીંબડી વિધાનસભા ક્ષેત્રમા જુદા જુદા વિસ્તારના પ્રવાસ કરવામા આવ્યા હતા જેમાં સૌ નો ઉમળકાભેર પ્રતિસાદ સાંપડ્યો હતો
૬૧-લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચુંટણીમાં સઘન પ્રચાર પ્રસારના ભાગરૂપે લીંબડી શહેરમાં ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા અને ઉમેદવાર કિરીટસિંહ રાણા સાથે સંગઠનના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથેની ખાસ બેઠકમાં સંસદસભ્ય પૂનમબેન માડમએ ભારતીય જનતા પાર્ટીને ને જ્વલંત વિજય મળે તે માટેની માર્ગદર્શક રૂપરેખાઓ સાથે મહત્વના સુચનો કર્યા હતા તેમજ પ્રચાર કામગીરીની સમીક્ષા પણ કરી હતી
તેવીજ રીતે સાયલામાં ભાજપ કાર્યાલયની મુલાકાત લઇ સાંસદ પૂનમબેન માડમ એ આગેવાનો-કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને રાજ્યની વિકાસ યાત્રામાં ઉમળકાભેર સહભાગી બનવા અને પ્રચાર-પ્રસાર વેગવંતો કરવા સૌને પ્રોત્સાહીત કર્યા હતા
ઉપરાંત ૬૧-લીંબડી વિધાનસભાની પેટા ચુંટણી માટે ના આ પ્રચાર અભિયાન દરમ્યાન,આગેવાન રાજુભાઇ ડોડીયાના નિવાસસ્થાને જામનગરના સાંસદ પૂનમબેન માડમએ મહિલાઓ સાથે ખાસ બેઠક યોજી, ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા જંગી બહુમતીથી વિજયી થાય તે માટે, બહેનો-માતાઓ સૌ ને ઉમળકાભેર મતદાન કરવા નમ્ર અનુરોધ કર્યો હતો
આ પ્રચાર ઝુંબેશ દરમ્યાન ૬૧-લીંબડી વિધાનસભા વિસ્તારના સાયલામાં, ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમ્યાન, મતદારોનો સંપર્ક કરી,પત્રિકાઓ વિતરણ કરી, ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને જંગી બહુમતીથી વિજયી બનાવવા નમ્ર અપીલ કરી હતી
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025