મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન ની ગવર્નીંગ કાઉન્સીલના ઓપનીંગ સેશનમાં નવી દીલ્હીથી ભાગ લેતા ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ
News Jamnagar November 02, 2020
સાંસદ પૂનમબેન માડમ IPU ના ઇન્ડીયન પાર્લામેન્ટરી ડેલીગેટમાં પસંદ થતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધ્યુ
જામનગર
૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ નવી દીલ્હી ખાતેથી સંસદભવન ના એનેક્સે બીલ્ડીંગમાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા,લોકસભાના સ્પીકર ઓમ બિરલાજી સાથે ઇન્ટર- પાર્લામેન્ટરી યુનિયન ( IPU)ના ગવર્નીંગ કાઉન્સીલના ૨૦૬ માં ઓપનીંગ સેશનમાં ભાગ લીધો હતો આ આંતરરાષ્ટ્રીય સેશન માટે ઇન્ડીયન પાર્લામેન્ટરી ડેલીગેટ તરીકે પસંદ થતા સંસદસભ્ય પૂનમબેન માડમએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનુ ગૌરવ વધાર્યુ છે કેમકે હાલારના બંને જિલ્લાના પ્રજાપ્રતિનિધી તરીકે આ સેશનમાં ભાગ લીધો તે સમગ્રપણે ગૌરવપ્રદ બની રહ્યુ છે આ સેશનમાં રાજ્યસભાના સાંસદ શ્રી સ્વપનદાસ ગુપ્તા ,લોકસભાના જનરલ સેક્રેટરી શ્રી સ્નેહલતાજી પણ જોડાયા હતા
ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન
રાષ્ટ્રીય સંસદનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે તેનો મુખ્ય હેતુ લોકશાહી શાસન-જવાબદારી અને તેના સભ્યોમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે જેનુ મુખ્ય મથક
જિનીવા (સ્વિટ્ઝર્લૅન્ડ) માં છે જેની સ્થાપના 1889 માં ઇન્ટર-પાર્લામેન્ટરી (આંતર સંસદીય) તરીકે થઈ હતી અને હાલ 179 દેશોની રાષ્ટ્રીય સંસદ આઇપીયુના સભ્ય છે
આઈપીયુ ની આંતરરાષ્ટ્રીય કાયદા અને સંસ્થાઓના વિકાસમાં અગ્રણી અને મહત્વની ભૂમિકા છે
સાથે સાથે ઇન્ટરનેશનલ લૉ અને ઇન્સ્ટીટ્યુશન ડેવલપ કરવાનો મેઇન રોલ છે જેમાં આર્બિટ્રેશનની કાયમી અદાલત, લીગ નેશન્સ અને સંયુક્ત રાષ્ટ્રનો સમાવેશ થાય છે તે આંતરરાષ્ટ્રીય પરિષદો અને મંચોમાં પ્રાયોજિત કરે છે અને ભાગ લે છે અને યુનાઇટેડમાં કાયમી નિરીક્ષકની સ્થિતિ ધરાવે છે
આવા આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા સંઘ ની ગર્વનીંગ કાઉન્સીલના ઓપનીંગ સેશનમાં ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ એ વિવિધ આંતરરાષ્ટ્રીય મુદાઓના પરામર્શમા સક્રિય ભાગ લઇ સમગ્ર જામનગર સંસદીય વિસ્તારનું ગૌરવ વધાર્યુ છે
તારીખ ૧ નવેમ્બર થી ૪ નવેમ્બર સુધીનુ ચાર દિવસનુ આ એકસ્ટ્રા ઓર્ડીનરી વર્ચ્યુઅલ સેશન કોરોના મહામારીના સંદર્ભમા વિડીયો કોન્ફરન્સીંગથી યોજાયુ જેમાં પ્રથમ દિવસે નવા પ્રેસીડન્ટની પસંદગી માટે વોટીંગ હતુ જેમાં ઇન્ડીયન પાર્લામેન્ટરી ડેલીગેટ તરીકે સ્પીકર ઓમ બિરલાજી, લોકસભા સાંસદ પૂનમબેન માડમ અને રાજ્યસભા સાંસદ સ્વપ્ન દાસ ગુપ્તાએ વોટીંગ કર્યુ હતુ
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025