મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખાનગી લેબોરેટરી ના રૂ.26 લાખ ઓળવી જતી મહિલા એડમીન ઓફિસર કંપનીએ તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી.
News Jamnagar November 03, 2020
જામનગર
જામનગરમાં આવેલ સુમેર ક્લબ રોડ પર એસટી બસ ડેપો નજીકની ડો.વી.એમ. શાહની હોસ્પિટલમાં સ્ટર્લિંગ એેક્યુરીસ વેલનેસ પ્રા.લિ.નામની ખાનગી લેબોરેટરી કંપનીમાં એકાઉન્ટન્ટ અને એડમિનની નોકરી કરતીજામનગરના રામેશ્વરનગર સ્થિત કે.પી. શાહની વાડીમાં આવેલી સંસ્કારદીપ સોસાયટીમાં વસવાટ કરતા જલ્પાબેન મનસુખભાઈ રાઠોડ મહિલાએ રોજેરોજના કલેક્શનના એકત્ર થતા નાણા તેમજ પોતાની પેઢી સાથે સંકળાયેલી અન્ય ત્રણ લેબોરેટરીને ચૂકવવાની થતી રકમ ઓળવી લઈ કુલ રૂ. 26 લાખની ઉચપાત કરતા કંપનીના સેલ્સ મેનેજરે એ તેણી સામે ઉચાપતની ફરિયાદ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી છે
આ ફરિયાદની વધુ વિગત મુજબ જલ્પાબેન તે પેઢીમાં ફરજ બજાવે છે.તેઓએ તા. ૧૪ જુનથી તા.૭ જુલાઈ એટલે કે ૨૪ દિવસ દરમ્યાન રોજેરોજના કલેક્શનના પોતાની પાસે એકઠા થતા નાણા-રૃા. ૬,૭૧,૪૧૧ નિયમ મુજબ જમા કરાવવાના થતા હતાં. તે રકમ પોતાની પાસે રાખી લેવા ઉપરાંત આ મહિલા કર્મચારીએ પોતાની ફરજવાળી પેઢીની સાથે કામ કરતી અન્ય ત્રણ લેબોરેટરી કંપનીને પણ આપવાના થતા રૂ ૧૯,૩૬,૭૩૪ની રકમ જે-તે કંપનીઓમાં જમા કરાવી ન હતી. મહિલા કર્મચારીએ પોતાની પેઢી તેમજ અન્ય ત્રણ પેઢીઓની કુલ રૂ. ૨૬,૦૮,૧૪૫ની રકમ ઉચપાત કરી પોતાની નોકરીવાળી સ્ટર્લિંગ લેબોરેટરીને વિશ્વાસઘાત કરી પેઢીના સેલ્સ મેનેજર રાજકોટના કલ્પેશભાઈએ પોલીસમાં અરજી પાઠવી હતી જેની તપાસ થયા પછી ફરિયાદમાં આધારે સત્ય હકીકત જણાતા ગઈકાલે પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૦૮ હેઠળ ગુન્હો નોંધ્યો છે.દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકીના પીએસઆઈ વી.કે. રાતીયાએ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025