મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ડીગ્રી વગરના ડોકટરને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.
News Jamnagar November 04, 2020
જામનગર
જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બોગસ ડોકટર નો રાફડો ભાટિયો છે છેલ્લા બે સપ્તાહમાં 2 બોગસ ડોકટર પોલીસ ના ઝપટે ચડિયા છે તેવા માં વધુ એક હડીયાણા ગામમાંથી ડીગ્રી વગરના ડોકટરને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.ની ટીમ ને મળી સફળતા.
જામનગરના પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ નાઓની સુચના તથા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેક્ટર એસ.સેસ.નિનામા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.વીછી તથા વી.કે.ગઢવીના માર્ગદર્શન મુજબ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં એસ.ઓ.જી.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ હેડ કોન્સટેબલ મયુદીનભાઇ અલીમીયા સૈયદ તથા રમેશભાઇ સોમાભાઇ ચાવડાને બાતમી મળેલ ના આધારે જામનગર હડીયાણા ગામમાં જાગનાથ મહાદેવની બાજુમા ભારતીબેન મોહનભાઇ ભીમાણીના મકાનમાં શ્રીજી ક્લિનિકના નામે ભરતભાઇ મનહરલાલ કાનાણી જાતે પટેલ ઉવ .૫૩ ધંધો વેપાર રહે – હડીયાણાગામ ગંગોત્રી પાર્ક સોસાયટી ગામ હડીયાણા તા.જોડીયા જી.જામનગર મેડીકલ ડોકટર ને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા મજકુર ઇસમ દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકાર ની દવાઓ આપી પૈસા વસુલ કરે છે તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુરના કજામાથી ( ૧ ) સ્ટેથો સ્કોપ -૧ કી રૂ ૨૦૦ / – ( ૨ ) ડાયમન્ડ કંપનીનું બી.પી.માપવા માટેનું મશીન કી.રૂ .૧૨૦૦ / – ( ૩ ) આર.એલ. કંપનીના ૫૦૦ એમ.એલ ના પ્રવાહી ભરેલ બાટલા – ૧૧ કી રૂ . ૧૧૦ / – ( ૪ ) ડિસ્પોઝલ વાન ૨.૫ એમ.એલ. નંગ ૮૦ / – કી.રૂ .૪૦૦ / – ( ૫ ) ડિસ્પોઝલ વાન ૦૩ એમ.એલ. નંગ ૯૦ / – કી.રૂ .૪૫૦ / – ( ૫ ) વજન કાટો ૦૧ કિ.રૂ .૨૫૦ / – તથા જુદી – જુદી કંપનીઓની દવાઓ ભરેલ બોકસ કી.રૂ .૨૭૦૦ / – લેખે એમ કુલ મુદામાલ રૂ .૬૪૦૫ / -નો મુદામાલ કજે કરી પોલીસ હેડ કોન્સ મયુદીન સૈયદ એ મજકુર વિરૂધ્ધ ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025