મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
તાજી જન્મેલી બાળકી ને રસ્તે રઝડતી મુકી જનાર આરોપી પિતા ને ગણતરી ની કલાકોમાં શોધી શોધી કાઢતી સીકકા પોલીસ
News Jamnagar November 06, 2020
જામનગર
જામનગર જીલ્લાના સિકકા પો.સ્ટે વિસ્તારમાં શાપર ગામના પાટીયા નજીક નવજાત તાજી જન્મેલી બાળકી ને રસ્તે રઝડતી મુકી જનાર આરોપી ને ગણતરી ની કલાકોમાં શોધી વણશોધાયેલ ગુન્હો શોધી કાઢતી સીકકા પોલીસ જામનગર જીલ્લા ના સીક્કા પોલીસ સ્ટેશન વિસ્તાર માં શાપર ગામના પાટીયા થી આગળ ગેલ કંપની ની બાજુમાં અજાણી બાળકી મળી આવ્યાની જાણ પોલીસ સ્ટેશનએ થતા તૂરત જ બે અલગ અલગ ટીમ બનાવી સ્થળ તેમજ બાળકી ની સારવાર અર્થે હોસ્પીટલ ખાતે જઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ત્યાર બાદ અતુલભાઇ પ્રભુભાઇ બોડા જાતે પટેલ ઉ.વ ૩૯ ધંધો ખેતી રહે.શાપર ગામ તા.જી.જામનગર ની ફરીયાદ આધારે સીક્કા પોલીસ સ્ટેશન માં પાર્ટ એ ગુ.ર.ન ૧૧૨૦૨૦૫૭૨૦૦૪ કક / ૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૧૭ મુજબ નો ગુન્હો અજાણ્યા આરોપી વિરૂધ્ધમાં રજીસ્ટર થયેલ , જે વણ શોધાયેલ ગુન્હાની તપાસ થવા સારૂ પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબની સુચના અને નાયબ પોલીસ અધીક્ષક કૃણાલ દેસાઇ સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ કે.આર.સિસોદીયા નાઓએ સદરહુ ગુન્હા ના આરોપી ને શોધી કાઢવા સીક્કા પો.સ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દીશામાં તપાસ શરૂ કરેલ હતી તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આ કામે આરોપી મહમદમુના શેખનિજામુલ શેખ જાતે મુસ્લીમ ઉ.વ. ૨૪ ધંધો મજુરી રહે કાનાશીકારી શીવ મંદીર પાસે તા.લાલપુર જી જામનગર બારમા સેકટોલી કચ્છમી પચંપારામ તા.શીસોનીયા થાના લોરીયા જી.બેટીયા રાજય બીહાર વાળા ની તેમજ પત્ની એ ગઇ કાલ તા .૦૪ / ૧૧ / ૨૦૨૦ ના રોજ બાળક ને જન્મ આપેલ હતો અને હાલ તેઓ પાસે કોઇ બાળક નથી જે જે તપાસ માં ખૂલવા પામતા આરોપી ને પકડી તેની પુછપરછ કરતા પોતાની પત્ની એ જામનગર જી.જી.હોસ્પીટલ માં બાળકી ને જન્મ આપેલ હતો અને બાળકી નો એક પગ ખોટ વાળો હોવાથી પોતે પોતાની બાળકી ને ત્યજી દીધેલ હોવાની કબુલાત આપતા આરોપી ને હાલ સીક્કા પો.સ્ટ ખાતે કોવીડ -૧૯ નો ટેસ્ટ કરાવવા આગળ ની કાર્યવાહી કરેલ છે , તેમજ તેની પત્નિ વિરુધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે . આ કામગીરી પો.સ.ઇ . કે.આર.સીસોદીયા સાહેબ તથા એ.એસ.આઇ. જે.આર.જાડેજા પો.હેડ.કોન્સ હીતેન્દ્રસિંહ પી જાડેજા તથા યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહીલ તથા પો.કોન્સ જીગ્નેશકુમાર દેવેન્દ્રગીરી મેઘનાથી તથા હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા તથા જયદેવસિંહ ભરતસિંહ જાડેજા વગેરે એ કરેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024