મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
1000 કિલો કોપર તથા એલ્યુમીનીયમના કેબલનો મોટો જથ્થો પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.
News Jamnagar November 06, 2020
જામનગર
મોબાઇલ ટાવરમાં ઉપયોગમાં આવતા કોપર તથા એલ્યુમીનીયમના કેબલનો મોટો જથ્થો પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ દ્રારા જામનગર જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતીને નસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટર એસ.એસ.નિનામાં ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. વી.કે.ગઢવી તથા પો.સ.ઈ.આર.વી.વીંછી ના નેતૃત્વ વાળી ટીમના એ.એસ.આઇ હિતેશભાઇ ચાવડા તથા પોલીસ કોન્સ . રવિભાઇ બુજડને ખાનગી બાતમી મળેલ ના આધારે
જામનગર શહેર વિસ્તારમાં હરસિધ્ધી માતાજીના મંદીરની સામે કાના ડીલક્ષ પાનની બાજુમાં આવેલ પવનભાઇ મહાજનના મકાનમાં મોબાઇલ ટાવરમાં ઉપયોગમાં આવતા કોપર તથા એલ્યુમીનીયમના કેબલનો બિલ વગરનો મોટો જથ્થો હોય , જે બાબતે ત્યાં જઇ તપાસ કરતા મોબાઇલ ટાવરમાં ઉપયોમાં આવતા કાળા કલરના કોપર તથા એલ્યુમીનીયમનો ૧૦૦૦ કિલોનો કિમત રૂ .૭૦,૦૦૦ / – નો બિલ વગરનો મોટો જથ્થો મળી આવતા સી.આર.પી.સી કલમ ૪૧ (૧) ડીમુજબ
આરોપી જગદિશભાઇ ઉર્ફે જીગર રાયદેભાઇ રાવલીયા જાતે – આહિર ઉ.વ .૩૮ ધંધો – પ્રા.નોકરી રહે – અયોધ્યાનગર શેરી નંબર -૯ ગોકુલનગર જામનગર ( ૨ ) ઘર્મદિપસિંહ નીરૂભા જેઠવા જાતે – દરબાર ઉ.વ .૨૪ ધંધો – પ્રા.નોકરી રહે – પટેલ કોલોની શેરીનંબર -૯ ના છેડે શાંતિનગર શેરી નંબર -૩ ભરતસિંહ નથુભા જાડેજા ના મકાનમાં જામનગર
અટક કરી જામનગર સીટી સી પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે અને આગળની તપાસ સીટી સી પોલીસ સ્ટેશન નાઓ ચલાવીરહ્યા છે
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024