મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
PLAY AT HOME “ વિષય પર ચિત્ર સ્પર્ધા
News Jamnagar November 06, 2020
જામનગર
PLAY AT HOME “ વિષય પર ચિત્ર સ્પર્ધા
જામનગર જીલ્લા અને શહેરની સ્પર્ધા તા.૨૩-૧૧-૨૦૨૦ થી ૧૧-૧૨-૨૦૨૦ સુધી
રાજ્યકક્ષાની સ્પર્ધા તા.૧૯-૧૨-૨૦૨૦ના રોજ યોજાશે.
૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે.
જામનગર તા.૦૫ નવેમ્બર, ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર હસ્તકની લલિતકલા અકાદમી આયોજિત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી તેમજ જીલ્લા યુવા વિકાસ અધિકારી જામનગર સંચાલિત “PLAY AT HOME “ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે.
હાલ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીને ધ્યાને રાખીને સોશિયલ ડીસટન્સના પાલન રાખીને ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના (૮.૩” X ૧૧.૭”) ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીંગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી ખાતે તા.૨૩-૧૧-૨૦૨૦ થી તા.૧૧-૧૨-૨૦૨૦ સુધીમાં બપોર ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે (આધારકાર્ડ, જન્મ તારીખ દાખલો)ની ઝેરોક્ષ અને બેન્કની પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચુક જોડવાની રહેશે. આ સ્પર્ધામાં ૮ થી ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાંથી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ-ત્રણ ચિત્ર જીલ્લા કક્ષાએ પસંદગી થયા બાદ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે.રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા તા.૧૯-૧૨-૨૦૨૦ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, રવિ શંકર રાવલ કલાભવન, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાનો સમય ૧૧:૦૦ થી ૦૫:૦૦ કલાક સુધીનો રહેશે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલ ચિત્રો પૈકી બેસ્ટ ૩૦ ચિત્રોના સ્પર્ધકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થળ પર ચિત્ર બનાવવાના રહેશે. જે પૈકી ૧૦ વિજેતા પસંદગી કરવામાં આવશે.
રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫૦૦૦, દ્રિતીય વિજેતાને રૂ.૧૫૦૦૦, તૃતીય વિજેતાને રૂ.૧૦૦૦૦/-એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫૦૦૦(પ્રત્યેક)મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ)આપવામાં આવશે.
જીલ્લા કક્ષા સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદવીએ ચિત્ર દોરી તા.૧૧-૧૨-૨૦૨૦ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત કચેરી, જીલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨, રાજ્પાર્ક પાસે, જામનગર ખાતે પહોચતા કરવાના રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીએથી મેળવી શકાશે તેમ જીલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયં છે.
તસ્વીર.ગૂગલ
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025