મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હવે સ્ટેમ્પ વેચાણ કેન્દ્રનું લોકેશન આંગળીના ટેરવે જાણી શકાશે
News Jamnagar November 07, 2020
ગુજરાત
તા.૦૭, તમારા સ્થળથી નજીક સ્ટેમ્પ વેચાણ કેન્દ્રનું લોકેશન અને રૂટ જાણવા માટે https://stampinglocation.gujarat.gov.in એપ્લીકેશન અથવા Stamping location મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કરી નીચે મુજબ કરી શકાશે. ૧)સૌ પ્રથમ તમારા મોબાઇલમાં નીચે આપેલ લિંક અપોન કરો
https://stampinglocation.gujarat.gov.in ઓપન કરો. ર) સ્ટેમ્પ વેચાણ કેન્દ્રનું લોકેશન જાણવા Search Location પર ક્લિક કરો. ૩) તમારા સ્થળથી સૌથી નજીકનું સ્ટેમ્પ વેચાણ કેન્દ્રનું મેપ પર લોકેશન જાણવા Find out near center પર ક્લિક કરવાથી તમારા સ્થળથી નજીકનું સ્ટેમ્પ વેચાણ કેન્દ્રનું લોકેશન અને રૂટ મેપ પર બતાવશે. ૪) આ એપ્લીકેશનની મદદથી ગુજરાતના કોઇપણ સ્ટેમ્પ વેચાણ કેન્દ્રનું લોકેશન અને રૂટ જાણવા પણ મેપ પર સ્ટેમ્પ વેચાણ કેન્દ્રનો સીમ્બોલ ક્લિક કરી Find Address Rout નો Symbol ક્લિક કરતા તમારા સ્થળથી સ્ટેમ્પ વેચાણ કેન્દ્રનું લોકેશન અને રૂટ જાણી શકશો. પ. Stamping Location મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરવા https://stampinglocation.gujarat.gov.in ઓપન કરી App symbol પર ક્લિક કરતા મોબાઇલ એપ્લીકેશન ઇન્સટોલ કરી શકશો. તેમ નોંધણી નિરીક્ષક દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
તસવીર.ગૂગલ
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024