મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિદ્યાર્થીઓ અને વાલીઓ જોગ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જાહેરાત
News Jamnagar November 07, 2020
જામનગર
જામનગર તા. ૦૭ નવેમ્બર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે કે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરની સંલગ્ન આયુર્વેદ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટા/વેકેન્ટ ક્વોટા તથા ઓલ ઇન્ડિયા ક્વોટામાં આયુર્વેદાચાર્ય (બી.એ.એમ.એસ.)માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ કોર્સીસ, ગાંધીનગરના સરકારીશ્રી તેમજ સી.સી.આઇ.એમ.ના પ્રવર્તમાન નિયમો મુજબની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જરૂરી છે. જેથી જરૂરી શૈક્ષણિક લાયકાત ન ધરાવતા વિદ્યાર્થીઓ જો મેનેજમેન્ટ ક્વોટા કે વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તો પ્રવેશ આપવામાં આવશે તેવા વિદ્યાર્થીઓની સંપૂર્ણ જવાબદારી જે તે વાલી તથા વિદ્યાર્થીઓની રહેશે તેમજ આવા વિદ્યાર્થીઓનું ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા એનરોલમેન્ટ કરવામાં આવશે નહીં જેની તમામ સંબંધિત વાલીઓ/વિદ્યાર્થીઓ તથા સંબંધિત સંસ્થાને નોંધ લેવા જણાવવામાં આવે છે.
વધુમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નિયમ મુજબની જરૂરી લાયકાત ન ધરાવતા વિદ્યાર્થીઓને પણ શરતી/કામચલાઉ એડમિશન આપવામાં આવે છે તેવું યુનિવર્સિટીના ધ્યાને આવેલ છે. જે વિદ્યાર્થીઓની કારકિર્દી માટે જોખમરૂપ અને ગંભીર બાબત હોઇ સમગ્ર વિદ્યાર્થીઓ/વાલીસમાજના હિતમાં યુનિવર્સિટી દ્વારા આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની સર્વેએ નોંધ લેવી.
તસ્વીર. ગૂગલ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024