મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ જિલ્લાને દેશનો મોડલ જિલ્લો બનાવવા સૂચનાઓ આપી
News Jamnagar November 09, 2020
અમદાવાદ
અમદાવાદ જિલ્લાની ડીસ્ટ્રીકટ ડેવલપેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાઇ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લાની District Development Co-ordination and monitoring committeeની બેઠક યોજાઈ હતી.
આ સમીક્ષા બેઠકને વિડિયો કોન્ફરન્સથી સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ જિલ્લાને સમગ્ર દેશમાં મૉડલ રૂપ બનાવવા દિશા નિર્દેશ આપ્યા હતા અને અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ બનવા હાકલ કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જિલ્લા વહીટીતંત્રને ખેતીમાં પાક ફેરબદલી પર ભાર મુકવા માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો અને જૈવિક ખેતી તરફ વાળવા તાકીદ કરી હતી.
આ બેઠક બાદ પ્રતિભાવ આપતા અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલે કહ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોના જીવનને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા કટિબદ્ધ છે અને ‘દિશા’ દ્વારા અમદાવાદ જિલ્લાના વિકાસની નવી દિશા આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરુણ મહેશ બાબુ એ કહ્યું કે જિલ્લામાં સામાજિક સુરક્ષાની યોજનાને પ્રાથમિકતા આપવામા આવશે.ઉલ્લેખનીય છે કે આ દિશા બેઠકમાં 23 વિભાગોના કામની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં સ્માર્ટ સિટી, બેટી બચાઓ, બેટી પઢાઓ, ઈ- ગામ-વિશ્વ ગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં અમદાવાદ જિલ્લામાં સેક્સ રેશિયોના સ્તરમાં સુધારો કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લામાં જાતિ પ્રમાણ(Sex-Ratio)ના સ્તરમાં સુધારો કરવા માટે જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેશ બાબુ એ ‘સવાયુ સન્માન’ ‘કન્યા શક્તિ પૂજન ‘અને ‘આંતરરાષ્ટ્રીય કન્યા બાળ દિવસ’ની ઉજવણી જેવા પ્રકલ્પો અમલી બનાવવામાં આવ્યા હોવાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કરેલા આ કૃષિ રાહત પેકેજના અમલીકરણને વધુ સઘન બનાવવા માટે સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત આ સમીક્ષા બેઠકમાં નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતી આયુષ્યમાન ભારત યોજનામાં એનરોલમેન્ટ એને ક્લેમ રિપોર્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લામાં ચાલતા ‘સહારા’ પ્રોજેક્ટ, ‘લાઈફ લાઈન’ પ્રોજેક્ટ,’કદમ’ પ્રોજેક્ટ અને ‘રાહત’ જેવા વિવિધ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો પણ વિશેષ ઉલ્લેખ કરાયો હતો.
આ બેઠકમાં સાંસદ કિરીટભાઈ સોલંકી, મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ,ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા,નરહરિ ભાઈ, અમદાવાદ શહેરના મેયર શ્રીમતી બિજલબેન પટેલ,અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024