• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. હજીરા-ઘોઘા રો-પેક્સ સર્વિસનો વડાપ્રધાન ના હસ્તે પ્રારંભ ગુજરાતનો દરિયાઇ કાંઠો ભારતનો ગેટ વે ઓફ ઇન્ડિયા બનશે-
Gujarat

હજીરા-ઘોઘા રો-પેક્સ સર્વિસનો વડાપ્રધાન ના હસ્તે પ્રારંભ ગુજરાતનો દરિયાઇ કાંઠો ભારતનો ગેટ વે ઓફ ઇન્ડિયા બનશે-

News Jamnagar November 09, 2020

હજીરા-ઘોઘા રો-પેક્સ સર્વિસનો વડાપ્રધાન ના હસ્તે પ્રારંભ ગુજરાતનો દરિયાઇ કાંઠો ભારતનો ગેટ વે ઓફ ઇન્ડિયા બનશે-

હજીરા-ઘોઘા રો-પેક્સ સર્વિસનો વડાપ્રધાન ના હસ્તે પ્રારંભ
ગુજરાતનો દરિયાઇ કાંઠો ભારતનો ગેટ વે ઓફ ઇન્ડિયા બનશે-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

સુરત:રવિવાર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી હજીરા-ઘોઘા રો-પેક્સ સેવાનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, દિવાળી અવસરે ગુજરાતના લોકોને તહેવારનો ઉપહાર છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના લોકોનું વર્ષો જુનુ સપનું સાકાર કર્યું છે. તેમણે હજીરાના નવનિર્મિત પોર્ટ ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું હતું.
નયા આત્મનિર્ભર ભારતના આયામને સાકાર કરવાના અભિયાન દેશના સમુદ્રી કિનારાઓને વિકાસની પરિભાષાથી સમૃદ્વ બનાવાશે એમ જણાવી વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, દરિયાઇ ક્ષેત્રના વિકાસમાં રો-પેક્સ સર્વિસ ઉત્તમ ઉદાહરણ છે. વ્યાપારની સુવિધા સાથે સર્વશ્રેષ્ઠ કનેકટીવીનો લાભ થશે સમય, ઇંઘણની પણ બચત સાથે પર્યાવરણને પણ લાભ થશે. વર્ષમાં ૮૦ હજાર યાત્રીઓ મુસાફરી કરી શકશે. કિસાનો પણ દરિયાઇ માર્ગે સુરક્ષિત રીતે માલનું વેચાણ કરી શકશે.
ગુજરાતમાં રો-પેક્સ ફેરી સેવા શરૂ કરવા કઠીનાઇઓ સાથે એન્જિનિયરો,શ્રમિકોનું યોગદાન રહયું છે.જેને હિંમત સાથે કામને વેગ આપ્યો. જેને ભુલી શકાય એમ નથી, એમ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતનો દરિયાકિનારો સમૃદ્વ છે.તેનો ઉલ્લેખ કરી વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે,બે દશકામાં સામુદ્રિક સામર્થ્ય સાથે પોર્ટ કનેકટીવીટીનો વિકાસ એ ગુજરાતનું ગૌરવ છે. શીપ બિલ્ડીંગ પોલીસી, ટર્મીનલનું નિર્માણ, દહેજમાં સોલિડ કાર્ગો, મુંદ્રા પોર્ટ ટર્મિનલને ગ્રાઉન્ડ લેવલ કનેકટીવી થી જોડયું છે.જેનાથી પોર્ટ સેકટરને નવી દિશા મળી છે.
કેન્દ્ર-રાજય સરકારે કોસ્ટલ વિસ્તાર ડેવલપ થાય તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. બુનિયાદી સુવિધાઓ સુનિશ્વિત કરી છે. ગુજરાતમાં દરિયાઇ કારોબારના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે કેપેસીટી બિલ્ડીંગ પર ખુબ જ ઝડપથી કાર્ય થઇ રહયું હોવાનું વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, સમુદ્રી વ્યાપારને વેગ આપવા મેરીટાઇમ યુનિવર્સિટી દેશનું મોટુ સેન્ટર બનશે. જયાં તાલીમબદ્વ મેનપાવરનું નિર્માણ થશે તેમજ સમુદ્રી કાનુન અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કાનુનની શિક્ષા સાથે મેરીટાઇમ મેનેજમેન્ટ શીપીંગ અને લોજીસ્ટીકમાં MBA સુધી ની સુવિધા હશે. ઉપરાંત મેરીટાઇમ કલસ્ટર, ભાવનગરમાં વિશ્વકક્ષાનું સીએનજી ટર્મીનલ જેવી અનેક સુવિધાઓ સાથે ગુજરાત બ્લ્યુ ઇકોનોમી ડેવલપ કરવા સજ્જ થઇ રહયું છે.
દહેજ-ઘોઘા રો રો ફેરી પુનઃ કાર્યરત કરાશે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે, લોથલમાં દેશની સમૃદ્વી વિરાસતની સાચવણી માટે દેશમાં પ્રથમ નેશનલ મ્યુઝીયમ બનાવાશે.સમૃદ્ર કિનારાના માછીમારોને મદદ માટે અનેક યોજનાઓ બની છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ રૂા.૨૦ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેનો લાભ ગુજરાતના લાખો માછીમારોને મળશે. સાગરમાલા પ્રોજેકટ અંતર્ગત ૫૦૦ પ્રોજેકટ કાર્યરત છે. વોટર ટ્રાન્સપોર્ટ થી Cost of Logistics ઓછી થશે. સરકારનો પ્રયાસ એક બેસ્ટ ઇકોસીસ્ટમ બનાવવાનો છે. જયાં કાર્ગોની Seamless Movement થઇ શકે એમ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, વોટર ટ્રાન્સપોર્ટેશનને વેગ આપવા ફોકસ થઇ રહયું છે. સીસ્ટમ ડેવલપ સાથે ઇન્ફાસ્ટ્રકચરની બેસ્ટ સુવિધા સાથે સિંગલ વિન્ડો સીસ્ટમના સરળીકરણ સાથે કાર્ય થશે. જેથી ખુબ જ ઝડપથી દરિયાઇ ટ્રાન્સપોર્ટેશનને વેગ મળશે. લોજીસ્ટીક પર થતા ખર્ચને ઘટાડવા દેશ Multimodal Connectivity દિશામાં ઝડપથી આગળ વધી રહયો છે. દરિયાઇ માર્ગે પડોશી રાષ્ટ્રો સાથે પણ વ્યાપારની વિપુલ તકો રહી હોવાનું ઉમેર્યું હતું.
સરકારે પર્યાવરણ બચાવવાની સાથે વિકાસની ગતી તેજ કરવા દરિયાઇ ટ્રાન્સપોર્ટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. હવે દેશ બંગાળની ખાડી, હિન્દ મહાસાગરની અભુતપુર્વ ક્ષમતા સાથે વિકાસની અનુભૂતિ કરી રહયો હોવાનું વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું.
દેશમાં નવા આત્મવિશ્વાસનો સંચાર થયો છે તેમ જણાવતાં અને ભારત સરકાર તથા વડાપ્રધાનશ્રીનો આભાર વ્યકત કરતાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતનો દરિયાકાંઠો ભારતનો ગેટ વે બનશે તેમ આ પ્રસંગે કહયું હતું.

સુરત સાથે સૌરાષ્ટ્રને જોડતી વિશ્વકક્ષાની રો પેકસ સર્વિસના શુભારંભથી ઓછા સમયમાં, ઓછી અંતરના, ઓછા ઇંધણ સાથે પર્યાવરણની સુરક્ષા થશે તેમ જણાવી મુખ્યમંત્રીએ ગુજરાતના સર્વાંગી વિકાસમાં વડાપ્રધાનની હુંફ, માર્ગદર્શન અને સહાય મળી રહયા છે. જેને કારણે આજે ગુજરાતમાં નવા નવા વિવિધ પ્રોજેકટો શકય બન્યાં છે. અગાઉ ગુજરાતે વર્ષો સુધી અન્યાય સહન કર્યો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના તમામ સહયોગ થકી ગુજરાત આજે રોલમોડેલ બની શકયું છે. તેમણે ગુજરાતનો ક્રુડ રોયલ્ટીનો વર્ષો જુનો પ્રશ્ન ઉકેલાયો છે તેમ જણાવી કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટ, એઇમ્સ, સંસ્થાઓની નેશનલ ઇન્સ્ટીટયુટ તરીકેની માન્યતા, ટુરીઝમ સેકટર જેવા અનેક ક્ષેત્રોમાં કેન્દ્ર સરકારની મદદ મળી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં જયારે સમગ્ર વિશ્વ સ્થગિત થયું હતું તેવા સમયે ગુજરાતમાં અને દેશમાં વિકાસકાર્યો સ્થગિત રહયા નથી. તેમણે પ્રાચીન સમયમાં પણ ગુજરાત અને તેનો દરિયાકાંઠો સાહસિક વેપારીઓથી ધમધમતો હતો તેમ જણાવી ભવિષ્યમાં પણ ધમધમતો રહેશે તેવી નેમ વ્યકત કરી હતી.

કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખભાઇ માંડવીયાએ ગુજરાત માટે સોનેરી અવસર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહયું હતું કે, સદીઓથી ગુજરાત દરિયાઇ વ્યાપાર સાથે જોડાયેલું છે. જેને વેગ આપવાનું મહત્વનું કાર્ય સરકારે કર્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં પ્રથમ રો-પેક્સ સેવા શરૂ થઇ છે. લોકોની આકાંક્ષાઓને સરકાર વિકાસના માધ્યમથી પુર્ણ કરી રહી છે. આઝાદીના ૭૦ વર્ષ પછી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઇ રહયું છે. વાડીયા ફેમીલીનો જહાજ બનાવવાનો ઇતિહાસ તેમણે ઉજાગર કર્યો હતો.આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણી તથા સાંસદ સી.આર.પાટીલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
આ પ્રસંગે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ એસ.કે.મહેતા, સાંસદશ્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સુરત શહેરના મેયરશ્રી જગદીશ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રિતીબેન પટેલ, ધારાસભ્યો, અગ્રણીઓ, મેરીટાઈમ બોર્ડના સીઇઓ અવંતિકાસિંઘ, અધિકારીઓ, એસ્સારના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share:
Tags :
News Jamnagar

You may also like

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

ખેતીપ્રધાન રાષ્ટ્રમા ગુજરાતના કૃષીમંત્રીએ જણાવી ખુશખબર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ગુજરાતમાંથી ટોક્યો ઓલમ્પિક ર...

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગાંધીનગર ખાતે પુનઃનિર્મિત ગાંધ...

સૌરાષ્ટ્રના ૬ હજારથી વધુ ધરતીપુત્રોને મળ્યો ઓફ ગ્રીડ સોલા...

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરત સ્થિત ગુજરાતના પ્રથ...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

બેટ દ્વારિકા પિરોટન-શિયાળ બેટ ટાપુને પ્રવાસન-પર્યટન હોટસ્...

36માંથી 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત રાત્રિ કર્ફ્યૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach