મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
માર્કેટ યાર્ડ દ્વારા તાલુકાના ખાતેદાર ખેડૂતોને અકસ્માત વિમાનાં રૂા .૧૦.૦૦ લાખ ચૂકવવામાં આવ્યા
News Jamnagar November 10, 2020
જામનગર
માર્કેટ યાર્ડ જામનગર દ્વારા તાલુકાના ખાતેદાર ખેડૂતોને અકસ્માત વિમાનાં રૂા .૧૦.૦૦ લાખ ચૂકવવામાં આવ્યા . તે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – જામનગર ( માર્કેટ યાર્ડ – હાપા ) દવારા જામનગર તમામ ખાતેદાર ખેડૂતો , તમામ લાયસન્સદાર વેપારીઓ , તમામ લાયસન્સદાર તોલાટ – મજુર , બજાર સમિતિના ડીરેકટરો – કર્મચારીઓની અકસ્માત વિમા પોલીસી લીધેલ છે .
અંતર્ગત જામનગર તાલુકાના બજાર વિસ્તારનાં ગામનાં ખાતેદાર ખેડૂત સ્વ.દેવેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા – બાડા ( અલીયા ) તથા સ્વ.ભૂપતસિંહ ( કીશોરસિંહ ) બાલુભા જાડેજા ( નાની લાખાણી ) નું અકસ્માતે અવસાન થયેલ તેઓના વારસદાર દવારા વિમાનો લાભ મેળવવા અરજી કરવામાં આવેલ . આજ રોજ વિમા વળતરની રકમ રૂા .૧૦.૦૦ લાખના ચેક મૃતક વારસદાર જનાબા દેવેન્દ્રસિંહ જાડેજા તથા વાસુબા ભૂપતસિંહ જાડેજા ને જામનગર ગ્રામ્યનાં ધારાસભ્ય તથા બજાર સમિતિના ચેરમેન રાઘવજી પટેલ તથા વા.ચેરમેન ધીરજલાલ કારીયા , માર્કેટયાર્ડના ડીરેકટર અને ડીસ્ટ્રી . બેંકનાં વા.ચેરમેન પ્રવિણસિંહજી ઝાલા , દેવરાજભાઈ ડી . જરૂ , જમનભાઈ ભંડેરી , ભગવાનજીભાઈ ધમસાણીયા , સુરેશભાઈ વસોયા , તખતસંગ જાડેજા , દયાળજીભાઈ ભીમાણી , તેજુભા જાડેજા , પ્રમોદભાઈ કોઠારી , તુલસીભાઈ પટેલ , એડવોકેટશ્રી જીતેનભાઈ પરમાર , અરવીંદભાઈ મેતા , સેક્રેટરી હિતેષ પટેલ , પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા , અલીયા મંડળીનાં પ્રમુખ પ્રભાતભાઈ મકવાણા , બાડા મંડળીના પ્રમુખ ઉમેદસિંહ જાડેજા , બાડાના સરપંચ ગુલાબસિંહ જાડેજા , તાલુકા પંચાયત પ્રમુખ જયુભા જાડેજા યુનાઈટેડ ઈન્ડીયા ઈસ્યુરન્સનાં પ્રસાશનીક અધિકારીશ્રી આલોક શેઠ , ચીફ ઈસ્યુરન્સ એડવાઈઝર રાજેન્દ્ર રાયવદરા , ક્ષત્રિય અગ્રણી અને પૂર્વ તાલુકા મહામંત્રી કુમારપાલસિંહ રાણા , યુવા ક્ષત્રિય આગેવાન ગીરીરાજસિંહ જાડેજા ( રામ ) તેમજ નાની લાખાણી મંડળી નાં પ્રમુખ મનહરસિંહ પરબતસિંહ જાડેજા , ઉપ – પ્રમુખ ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા , ગામ આગેવાન કાળુભા નટુભા જાડેજા , દીલીપસિંહ બહાદુરસિંહ જાડેજા તથા મોટી લાખાણીનાં નીકુલસિંહ મહીપતસિંહ જાડેજા તથા ગામના આગેવાન ઉપસ્થિતમાં અર્પણ કરવામાં આવેલ હતો બજાર વિસ્તારનાં ખેડૂતોને આ પ્રકારે કપરા સમયે મદદરૂપ થવાની બજાર સમિતિ – જામનગરની ભાવનાથી બજાર વિસ્તારનાં ખેડૂતો અને બજાર વિસ્તારનાં ગ્રામજનોમાં સંતોષની લાગણી ફેલાઈ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024