મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સ્થાનિક ઉત્પાદન નો પ્રચાર કરવા વોકલ ફોર લોકલ સાથે ખરીદી કરવા સાંસદ પૂનમબેન માડમની અપીલ
News Jamnagar November 10, 2020
સંસ્કૃતિ અને પરંપરાના જતનના પ્રધાનમંત્રીશ્રીના આહવાન ના પગલે રાષ્ટ્રીય કામધેનુ આયોગની પ્રવૃતિઓને બિરદાવતા સંસદસભ્ય પૂનમબેન માડમ
જામનગર
આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી એ મેઇક ઇન ઇન્ડીયા ને પ્રાધાન્ય આપવા વોકલ ફોર લોકલ નુ આહવાન કર્યુ છે જેના આદર સ્વરૂપે ૧૨- જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ એક અખબારી યાદી દ્વારા તેમજ તેઓના જુદા જુદા પ્રવાસ તેમજ મુલાકાતો દરમ્યાન તેમજ કાર્યક્રમો વખતે સ્થાનિક ઉત્પાદન ને અપનાવવા અનુરોધ કર્યો છે કે દિવાળી તહેવારની નાનામા નાની હેન્ડીક્રાફ્ટ ની સુશોભન ની કે ઘર ઓફીસ ની ચીજવસ્તુઓ આપણા સ્થાનિક કલા કસબી અને શ્રમિકો તેમજ કારીગરો-કલાકૃતિ બનાવનારો તેમજ માટી-કપડા-શણ-ડાળી-પાંદડા વગેરેમાંથી સુંદર સર્જન કરવા જહેમત ઉઠાવનાર બહેનો- ભાઇઓ- બાળકો- વડીલોએ જે વિવિધ ચીજ વસ્તુઓ બનાવી છે તેનો પ્રચાર થાય તેની ખરીદી થાય તે આવકાર્ય છે તેવો નમ્ર અનુરોધ કર્યો છે આ તકે તેઓએ અમુક સ્થળોએ બનેલી વેસ્ટ માંથી બેસ્ટ ચીજ વસ્તુઓ માટેની જહેમત પણ ખૂબજ સરાહનીય ગણાવી છે
તેમજ પ્રધાનમંત્રીશ્રી ના સંસ્કૃતિ જતન અને પરંપરા જતન ના આહવાન ને સન્માન આપી સાંસદ પૂનમબેન માડમએ રાષ્ટ્રીય કામધેનુ આયોગની વિવિધ પ્રવૃતિઓ તેમજ ઉત્પાદનો વિશે જાણકારી મેળવીને આયોગની અથાગ જહેમત ખૂબજ બિરદાવવા લાયક ગણાવી છે
સનાતન સંસ્કૃતિમાં ગાયમાતાને “કામધેનુ” તરીકે વિશિષ્ટતા આપી છે તેને સાકાર કરવાના ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા પરંપરાનુ જતન કરવાના ભગીરથ પ્રયાસ સ્વરૂપે ગાયના ગોબરમાંથી બનેલા ૩૩ કરોડ દિવા, ” કામધેનુ દિપાવલી અભિયાન” ના ભાગરૂપે આ તહેવારોમાં પ્રગટે તેવી સરાહનીય જહેમત ઉઠાવાઇ છે જે અંગેની માહિતીઓ રૂબરૂ મુલાકાત મા મેળવી ને સંસદસભ્ય પૂનમબેન માડમ એ આ અથાગ જહેમત બદલ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા જી ને સન્માન પુર્વક બિરદાવ્યા હતા તેમજ આ દીવડા પ્રગટાવવા સૌને અનુરોધ કર્યો હતો તેમજ ગાય માતાના મહત્વને આપણે સૌ સાથે મળી વધુ ને વધુ ઉજાગર કરતા જ રહીએ તેવુ આહવાન કર્યુ છે
આ ઉપરાંત આ તકે વિશેષ મા સાંસદ પૂનમબેન માડમ એ જણાવ્યુ છે કે સ્થાનિક નાના કારીગરો દ્વારા નાના પાયે થયેલી રચનાત્મક જહેમતને પ્રોત્સાહન અપાય તો તે તમામ પરિવારોની દિવાળી ખરેખર રોશનીમય બની શકે છે માટે તેઓના જીવનમા ખુશી અજવાળુ લાવવા વોકલ ફોર લોકલ નો ફરીથી સાંસદ પૂનમબેન માડમએ અનુરોધ કર્યો છે જેમાં ગાયના ગોબરમાંથી બનેલા દીવડા પ્રગટાવવાથી સંતોષનો અનુભવ થાય તે સ્વાભાવિક છે
સાથે સાથે વોકલ ફોર લોકલ ને પ્રધાન્ય આપવા પર વધુ ભાર મુક્યો છે કેમકે તેનાથી સ્થાનિક વેચાણ વધતા સૌ કસબીઓનો ઉત્સાહ વધશે રાષ્ટ્રના અર્થતંત્રને ગતિશીલ બનાવી રાષ્ટ્રની સેવા કરી ગણાશે તેમજ પરંપરાના જતન નો સંસ્કૃતિના આદરનો પણ અનુભવ થશે
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024