મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
છઠ પૂજા નિમિતે ચાલશે પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન ની એક ટ્રીપ કરશે
News Jamnagar November 11, 2020
રાજકોટ
છઠ પૂજા નિમિતે 13 નવેમ્બરના રોજ ચાલશે પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન ની એક ટ્રીપ
પશ્ચિમ રેલવે દ્વારા આગામી છઠ પૂજા ને ધ્યાનમાં રાખીને યાત્રીઓ ની સુવિધા માટે,13 નવેમ્બર 2020 ના રોજ પોરબંદર-મુઝફ્ફરપુર વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું નક્કી કરાયું છે. ટ્રેન નંબર 09269/09270 પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ ભાડા સાથે 13 નવેમ્બર 2020 ના રોજ પોરબંદર સ્ટેશનથી ફકત એક જ ટ્રીપ માટે ચલાવા માં આવશે.
ટ્રેન નંબર 09269/09270 પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર હોલીડે સ્પેશિયલ ટ્રેન (એક-એક ટ્રીપ)
ટ્રેન નંબર 09269 પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન 13 નવેમ્બર 2020 (શુક્રવાર) ના રોજ 16.30 વાગ્યે પોરબંદરથી ઉપડશે, રાજકોટ તેજ દિવસે રાત્રે 20.55 વાગ્યે અને મુઝફ્ફરપુર ત્રીજા દિવસે સાંજે 18.10 વાગ્યે પહોંચશે. એ જ રીતે, રિટર્ન માં ટ્રેન નંબર 09270 મુઝફ્ફરપુર-પોરબંદર સ્પેશિયલ ટ્રેન મુઝફ્ફરપુર થી 16 નવેમ્બર, 2020 (સોમવાર) ના રોજ બપોરે 15.15 કલાકે ઉપડશે, રાજકોટ ત્રીજા દિવસે સવારે 10.35 વાગ્યે અને પોરબંદર બપોરે 15.10 કલાકે પહોંચશે. આ ટ્રેન ટ્રીપ દરમિયાન બંને દિશામાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલી રોડ, પાલનપુર, આબુરોડ, મારવાડ જં., બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઇ, અલવર, રેવારી જં., ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી સરાઈ રોહિલા, દિલ્હી જ., મુરાદાબાદ, બરેલી, શાહજહાંપુર, લખનઉ, ગોંડા જં., ગોરખપુર, સિસ્વા બજાર, બગહા, નરકટિયાગંજ, બેતિયા, સગૌલી, બાપુધામ મોતીહારી, ચકિયા અને મહેસી સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચનો સમાવેશ કરવામાં આવશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે. યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરીને ભારત સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરે અને ટ્રેન ના સમય થી 1.30 કલાક પહેલા સ્ટેશન પર પહોંચે.
ટ્રેન નં 09269 નું બુકિંગ 12 નવેમ્બર, 2020 થી આઇઆરસીટીસી અને નામાંકિત રિજર્વેશન ઓફિસો પર થી શરૂ થશે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024