મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા મનાવાયો વિજય ઉત્સવ
News Jamnagar November 11, 2020
જામનગર
દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થઇ રહ્યો છે, બિહારમાં એન.ડી.એ ની સરકાર રચાવા જારી રહી છે, તથા ગુજરાત વિધાનશભાની ચૂંટણીમાં ૮ એ ૮ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઇ છે, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની ઉત્કૃષ્ટ અને પ્રજાલક્ષી કામગીરીને અનુસંધાને લોકોએ ખોબે ખોબે મત આપ્યા છે. કેન્દ્રની માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર હોય, કે ગુજરાત રાજ્યની વિજયભાઈ રૂપાણી સરકાર સતત – સખત અને અવિરત પ્રજાલક્ષી કામગીરી કરી રહી છે. આ તબ્બકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા માનનીય ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આઈ.પાટીલએ મતદારોને આભાર વ્યક્ત કરેલ, તથા લોકોને અપેક્ષા અનુસારની કામગીરી ઉપર વધુ ભાર મૂકી નીતિઘડતર કરવાની ખાતરી આપેલ. તથા ગુજરાતની પેટા ચૂંટણીમાં ૮ માંથી ૮ બેઠકો ઉપર વિજય ને ગુજરાત પ્રદેશ અધ્યક્ષે ૨૦૨૨ ની વિધાનશભાનું ટ્રેઇલટ ગણાવેલ. આ તબ્બકે, ગુજરાત (પેટ ચૂંટણીઓ), બિહાર, મધ્યપ્રદેશ (પેટા ચૂંટણીઓ), ઉત્તરપ્રદેશ (પેટ ચૂંટણીઓમાં) ભારતીય જનતા પાર્ટીના જવલંત વિજય સાંપડેલ, પ્રચંડ જનસમર્થનને અનુસંધાને ભાજપ જામનગર શહેર દ્વારા વિજય ઉત્સવ ઉજવવામાં આવેલ.
આ તબ્બકે ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મૂંગરા, પૂર્વ જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, મેયર હસમુખ જેઠવા, સ્ટે. કમિટી ચેરમેન સુભાષ જોશી, શિક્ષણસમિતિ પ્રમુખ આકાશ બારડ સહીત શહેર સંગઠનના પદાધિકારીઓ, મહિલા મોરચા, યુવા મોરચા, એનું. જાતિ, કિશાન મોરચા સહીત વિવિધ મોરચાના પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખ વોર્ડ સમિતિના સભ્યો સહીત કાર્યકર્તાઓ વિજયોત્સવમાં ઉપસ્થિત રહેલ. ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના મીડિયા વિભાગના આશિષભાઇ કંટારીયા તથા ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024