મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેર માથી એક ઇસમને પિસ્ટલ તથા જીવતા કાર્ટીશ સાથે ઝડપી પાડતી જામનગર એલ.સી.બી.
News Jamnagar November 11, 2020
જામનગર
જામનગર શહેર માથી એક ઇસમને પિસ્ટલ તથા જીવતા કાર્ટીશ મળી કુલ કિ.રૂ .૨૫૧૦૦ /-ના મુદામાલ સાથે ઝડપી પાડતી જામનગર એલ.સી.બી.જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના પો.સ.ઇ.આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ.
બી.એમ.દેવમુરારી તથા માણસો જામનગર શહેર વિસ્તારમાં ગેર કાયદેસર હથિયારો રાખતા ઇસમોને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન એલ.સી.બી. ના ભગીરથસિંહ સરવૈયા , તથા અજયસિંહ ઝાલા ને મળેલ હકિકત આધારે જામનગર શહેરમાં હાલાર હાઉસ પાસે રોડ ઉપર થી મજકુર અરૂણ સુધીભાઇ યાદવ રહે . હાલ ખામધ્રોળ રોડ આર.ટી.ઓ સામે ભુમી એપાર્ટમેન્ટ ની બાજુમાં વિનાયક એપાર્ટમેન્ટ બ્લોક નં – પ ૦૫ જુનાગઢ મુળ.રહે . ચીલવીલા ગામ તા.લાલગંજ જી.આજમગંજ યુ.પી વાળો પીસ્ટલ તથા કાર્ટીશ મળી કુલ કિ.રૂ .૨૫૧૦૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી પો.હેડ કોન્સ . દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે હથિયાર આપનાર હિતેશ ઉર્ફે હીતેશસિંહ ઉર્ફે હીતુભા ભગતસિંહ ઝાલા રહે.વાસાવડ ગામ તા.સુત્રાપાડા જી.ગીરસોમનાથ વાળાને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે આ કાર્યવાહી પો.ઇન્સ. કે.જી.ચૌધરી ની સુચના થી એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024