મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લોકો દિવાળીની ઉજવણી સંયમપૂર્વક કરી કોરોનાને મ્હાત આપે જિલ્લા કલેકટરે કરી અપીલ
News Jamnagar November 11, 2020
જામનગર
જામનગર ખાતે આજરોજ કલેક્ટર રવિશંકર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી,જેમાં કલેક્ટરએ જણાવ્યું હતું જામનગરની કોવિડની પરિસ્થિતિના હાલ સુધીમાં કુલ ૯૦૦૦ જેટલા કેસ જોવા મળ્યા છે.ધીરે ધીરે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે
પરંતુ તહેવારોના દિવસોમાં લોકો યાદ રાખે કે કોરોનાથી આપણે હજુ સંપૂર્ણ મુક્ત થયા નથી.જ્યાં સુધી વેકસિન નહીં ત્યાં સુધી લાપરવાહી નહીં તેમ કહી કલેકટરશ્રીએ કહ્યું હતું કે,લોકો દિવાળીના તહેવારને પણ સંયમિત રીતે ઉજવે.
સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ અને આવશ્યકતા વગર ઘરની બહાર ન નીકળે અને ઘરના વડીલો ખાસ ધ્યાન રાખે
તે ખૂબ આવશ્યક છે. દિવાળીમાં ભેટનું આદાન-પ્રદાન, સ્નેહમિલન જેવી બાબતો કોરોનાના સંક્રમણનો ફેલાવો કરી શકે છે ત્યારે સંયમ રાખી નિયમોનું પાલન કરી દિવાળીની સુખરૂપ ઉજવણી કરવા જિલ્લા સમાહર્તાએ જામનગરવાસીઓને અપીલ કરી છે. તસ્વીર. સબીર દલ
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024