મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આયુર્વેદ યુનિવર્સિટીમા આવતીકાલે પ્રધાનમંત્રી કરશે ITRA નુ લોકાર્પણ- રાષ્ટ્રકક્ષાના યોજાનાર કાર્યક્રમની વ્યવસ્થાની સમીક્ષા કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
News Jamnagar November 12, 2020
વડા પ્રધાન 13 નવેમ્બરના રોજ 5 માં આયુર્વેદ દિવસે રાષ્ટ્રને બે આયુર્વેદ સંસ્થાનો સમર્પિત કરશે
જામનગર
જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્સ્ટીટ્યુટ ઓફ ટિચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ સેન્ટરનુ પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઇ મોદી સાહેબ આવતીકાલ તારીખ ૧૩ ને શુક્રવારે ઓનલાઇન લોકાર્પણ કરવાના છે ત્યારે આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે મુલાકાત લઇ તમામ આયોજન નુ ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમે નિરીક્ષણ કરી વ્યવસ્થા નિહાળી હતી
આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, આવતીકાલે જામનગર સ્થિત “ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી” ને,વિડીયો કોન્ફરન્સીંગથી,નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇમ્પોર્ટન્સ ઘોષીત કરવાના છે, અને ITRA સેન્ટર ખુલ્લુ મુકવાના છે આ પ્રસંગે મહામહિમ રાજ્યપાલશ્રી દેવવ્રતજી,માન.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજી,નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલજી અહી ઉપસ્થિત રહેવાના હોઇ, તે અંતર્ગત યુનિ. કેમ્પસમા કરવામા આવેલી તૈયારીઓનુ તેમજ વ્યવસ્થાનું, કેન્દ્રીય આયુષ મંત્રાલયના સચિવ કોટેચા,કુલપતિ ઠાકર સહિતના અધીકારીઓ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમ એ નિરીક્ષણ કરી,સમગ્ર આયોજનની સમીક્ષા કરી હતી
જામનગર તેમજ આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળવા અંગે આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમે સન્માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યક્ત કર્યો છે તેમજ જામનગર આ રીતે રાષ્ટ્ર અને વિશ્ર્વકક્ષાએ ઝળહળનારૂ હોઇ સૌ નગરજનો તેમજ યુનિવર્સિટીના સૌ અધીકારીઓ સંશોધકો અધ્યાપકો વિદ્યાર્થીઓ સૌ ને અભિનંદન પાઠવ્યા છે
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025