મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજ્યમાં શાળા-કોલેજો ફરી કાર્યરત થાય ત્યારે વિદ્યાર્થીને શાળામાં મોકલવા અંગેની માતા-પિતા કે વાલીની મંજૂરી ભારત સરકારના દિશાનિર્દેશો એસ.ઓ.પી અનુસાર લેવામાં આવવાની છે:શિક્ષણ મંત્રી
News Jamnagar November 12, 2020
ગુજરાત
રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની સલામતિ-સ્વાસ્થ્ય સુરક્ષા અંગે કોઇ બાંધછોડ કરવા કે જવાબદારીમાંથી છટકવા માંગતી નથી:- ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
-: શિક્ષણ મંત્રી :-
શાળા-કોલેજો ફરી શરૂ કરવાનો નિર્ણય ગુજરાત પહેલાં દેશના ૭ રાજ્યોએ સપ્ટેમ્બરમાં ત્રણ-ત્રણ રાજ્યોએ ઓકટોબર-નવેમ્બરમાં કર્યા છે
ગુજરાતે અન્ય રાજ્યો સાથે પરામર્શ-આકલન કરીને ધો-૯ થી ૧ર અને કોલેજોમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં શાળાઓ તા.ર૩મી નવેમ્બરથી શરૂ થાય ત્યારે વિદ્યાર્થીના શાળામાં આવવા અંગેની સંમતિ-મંજૂરી માતા-પિતા કે વાલી પાસેથી લેવાની બાબત ભારત સરકારની માર્ગદર્શિકા S.O.P અનુસાર જ રાખવામાં આવી છે.
આ સંદર્ભમાં શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે, ભારત સરકારે શાળા-કોલેજો પૂર્વવત શરૂ કરતી વેળાએ વિદ્યાર્થીને શાળામાં મોકલવા અંગેની અનુમતિ તેના માતા-પિતા કે વાલી પાસેથી મેળવવા તમામ રાજ્યો માટે જારી કરેલી S.O.Pમાં જ દર્શાવેલું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર વિદ્યાર્થીની સલામતિ-આરોગ્યરક્ષા અંગે કોઇ બાંધછોડ કરવા માંગતી નથી કે જવાબદારીમાંથી છટકવા પણ માંગતી નથી જ.સમગ્ર દેશમાં જ્યારે ભારત સરકારે શિક્ષણ સંસ્થાઓ ખોલવા માટે જાહેર કરેલી S.O.Pનો અમલ થઇ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે પણ તેને અનુસરવાનો નિર્ણય કરેલો છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિદ્યાર્થીના સ્વાસ્થ્યની રક્ષા તેમજ શિક્ષણ બાબતે સરકાર, શાળા સંચાલકો, સમાજ, માતા-પિતા વાલી સૌ જવાબદાર છે. સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે તેવી ગેરસમજ દુર થાય તે પણ જરૂરી છે.ભૂપેન્દ્રસિંહજીએ કહ્યું કે, શાળા-કોલેજો ફરીથી કાર્યરત કરવાના નિર્ણયો ગુજરાત સિવાયના અન્ય રાજ્યોએ તો સપ્ટેમ્બર-ઓકટોબર મહિનાથી જ કરેલા છે.
તેમણે જણાવ્યું કે, વિવિધ રાજ્ય સરકારોના શિક્ષણ મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને જ ગુજરાત સરકારે યોગ્ય નિર્ણય કરેલો છે.શિક્ષણ મંત્રીશ્રીએ દેશના જે રાજ્યોમાં શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે તેની વિસ્તૃત વિગતો પણ આપી હતી. અનુસાર.શિક્ષણ મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોએ ગુજરાતથી પહેલાં પોતપોતાના રાજ્યોમાં ધોરણ ૯ થી ૧ર ના વર્ગો ફરી શરૂ કરેલા છે.
ગુજરાતે આ બધી જ બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ તેમજ ગહન પરામર્શ બેઠકો બાદ વિદ્યાર્થીઓના આરોગ્ય હિતને અહેમિયત આપીને ભારત સરકારની S.O.Pના નિયમોના અનુપાલન સાથે આગામી તા.ર૩ નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે..
સી.એમ-પીઆરઓ .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024