મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએજામનગરની આયુર્વેદમાં અધ્યાપન અને સંશોધન સંસ્થા (ITRA) નું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યું
News Jamnagar November 13, 2020
જામનગર
ધન્વંતરી જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
રાષ્ટ્રને આપી આયુર્વેદ ક્ષેત્રની રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થાઓની ભેટ
વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જામનગર સ્થિત
ITRA સંસ્થાને “રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન ” તરીકે જાહેર કરતા પ્રધાનમંત્રી મોદી
ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) સંસ્થાના લોકાર્પણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
:: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ::
ભારત પાસે આયુર્વેદરૂપી અમૂલ્ય આરોગ્યલક્ષી વારસો
WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન માટે એક માત્ર ભારતની પસંદગી
૨૧મી સદીમાં આયુર્વેદના જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય હાથ ધરાયું છે.
આયુષ મંત્રાલય રાષ્ટ્રીય આરોગ્ય નીતિનું મહત્વનું અંગ બન્યું છે.
સસ્તી અને પ્રભાવી ચિકિત્સા સાથે પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને વેલનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે.
મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઈ રૂપાણી :
ધન્વંતરી દિને જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને મળેલ ‘‘રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન’’નો દરજ્જો એ ભારત સરકાર તરફથી ગુજરાતને આરોગ્યક્ષેત્રે મળેલી મોટી ભેટ
ધન્વંતરી જયંતીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જામનગર સ્થિત ITRA સંસ્થાને “રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન ” તરીકે જાહેર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિને ભારતનો વારસો ગણાવી સ્પષ્ટપણે કહ્યું હતું કે, આયુર્વેદના સેવનમાં જ માનવજાતની ભલાઈ છે. કોવિડ – ૧૯ મહામારીના સમયમાં ભારતનું આ પારંપરિક આરોગ્યલક્ષી જ્ઞાન અન્ય દેશોને પણ મદદકર્તા સાબિત થઇ રહ્યું છે જેના કારણે સમગ્ર વિશ્વમાંથી આયુર્વેદ ચિકિત્સાને સમર્થન સાંપડી રહ્યું છે,
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન માટે સમગ્ર દુનિયામાંથી ભારતની પસંદગી કરવા બદલ વડાપ્રધાનશ્રી મોદીએ સંસ્થાના મહાનિર્દેશકશ્રી ટેડ રોસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, ભારત પાસે આરોગ્ય સાથે જોડાયેલી આયુર્વેદ રૂપી બહુ મોટી વિરાસત છે. આ જ્ઞાન વધુ શાસ્ત્ર – પુસ્તકોમાં જ રહયું છે. આ જ્ઞાનને આધુનિક આવશ્યકતા મુજબ વિકસીત કરવું અતિ આવશ્યક છે. અને તેથી જ ૨૧ મી સદીમાં આધુનિક વિજ્ઞાન સાથે આ જ્ઞાનને જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય હાથ ધરાયું છે.
વડાપ્રધાનએ કોરોનાના ઉપચાર માટે તબીબી જગતની તમામ ઉપલબ્ધ પદ્ધતિઓનો સમન્વય થઇ રહ્યો હોવાનું જણાવતાં કહયું હતું કે, આયુષ મંત્રાલય આજે રાષ્ટ્રીય આરોગ્ય નીતિનું મહત્વનું અંગ સાબિત થઇ રહ્યું છે, અને ભારતમાં પૌરાણિક અને આધુનિક તબીબી જગતનો સમન્વય થઇ રહ્યો છે.
દેશમાં કાર્યરત વેલનેસ સેન્ટર પૈકી સાડા બાર હજાર સેન્ટર માત્ર આયુર્વેદ ચિકિત્સા પર આધારિત છે. સમગ્ર ભારતમાં કોરોના અંકુશમાં છે, તેમાં આયુર્વેદનો મોટો ફાળો હોવાનું પણ વડાપ્રધાનશ્રીએ સ્વીકાર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની નવી શિક્ષણ નીતિમાં પણ આરોગ્ય ચિકિત્સાઓમાં આયુર્વેદ પદ્ધતિનો વધુ વ્યાપ થાય તે હેતુથી એલોપથીનો અભ્યાસ કરતા ચિકિત્સકો માટે પણ આયુર્વેદનું જ્ઞાન અને આયુર્વેદના ચિકિત્સકોને પણ એલોપથીનું જ્ઞાન આપવામાં આવશે. સસ્તી અને પ્રભાવી ચિકિત્સા સાથે પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને વેલનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી ભારત વિશ્વ માટે વેલનેસનું કેન્દ્ર બનશે. કોરોના કાળમાં ભારતની આયુર્વેદ પદ્ધતિનો વિશ્વમાં પ્રભાવ વધ્યો છે, આયુર્વેદ દવાઓ નિકાસમાં વધારો થયો છે, આજે અનેક દેશો હળદર આદુ વગેરે જેવી ઔષધીય ગુણો ધરાવતા મસાલાઓની પણ ભારત પાસેથી વધુ પ્રમાણમાં આયાત કરી રહ્યા છે.
:: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ::
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, દૈવી શક્તિ અને આસુરી શક્તિ દ્વારા સમુદ્ર મંથન કરાયું હતુ જેમાંથી લોકોના દુઃખ દૂર કરવા જેવી રીતે ભગવાન ધન્વંતરીનું અવતરણ થયું હતુ. તેવી જ રીતે ધન્વંતરી દિને આજે ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) સંસ્થાનું પણ અવતરણ થયું છે. જે જનસામાન્યની આરોગ્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ બની રહેશે.
જામનગર ખાતે આજે યોજાયેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) સંસ્થાનું ઈ-લોકાર્પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતુ. આ લોકાર્પણ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિની સાથે કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી શ્રીપાદ નાયક, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, સમાજના પ્રત્યેક વ્યક્તિ માટે આયુર્વેદ ઉપકારક રહયું છે, જેને ધ્યાને લઇ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આયુર્વેદના વિકાસની સાથે જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીને આગળ વધારવા કરેલા સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે આજે આપણે આયુર્વેદ ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરી શક્યા છીએ.
મુખ્યમંત્રીશ્રીએ કહયું હતું કે, ભગવાન ધન્વંતરીના મંદિર રૂપી જામનગરની આ આયુર્વેદ યુનિવર્સિટી આજે રાષ્ટ્રીય સ્તર ઉપરની સ્વાસ્થ્ય સંસ્થા તરીકે પ્રસ્થાપિત થઇ રહી છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. રાજકોટ ખાતે સ્થપાનાર એઇમ્સ અને જામનગરની આ આયુર્વેદ યુનિવર્સિટીને મળેલ ‘‘રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન’’નો દરજ્જો એ ભારત સરકાર તરફથી ગુજરાતને આરોગ્યક્ષેત્રે મળેલી મોટી ભેટ છે.
કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રીશ્રી શ્રીપાદ નાયકે જણાવ્યું હતું કે, આયુર્વેદ શિક્ષણનું આધુનિકરણએ સમયની માંગ છે. તેને અસરકારક સ્વરૂપમાં સાકાર કરવા થોડા વર્ષોથી અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે, જે અંતર્ગત જામનગર ખાતે ITRA સંસ્થાને સરકાર દ્વારા રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરવાનો નિર્ણય આયુર્વેદિક શિક્ષણ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક પગલું બની રહેશે. આમ થવાથી જામનગરને આઈ.આઈ.ટી. અને આઈ.આઈ.એમ. કક્ષાની વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાનો લાભ મળશે. જામનગરની આ ITRA ભારતભરમાં આયુર્વેદ ક્ષેત્રની રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી એક માત્ર સંસ્થા છે. આ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા આકાર પામવાથી આયુર્વેદ શિક્ષણને સ્વાયત્તતા મળશે આયુર્વેદ શિક્ષણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા હવે નવીન અભ્યાસ અને શિક્ષણ પ્રણાલી ઘડવી સરળ બનશે.
મંત્રીશ્રીએ covid-19 મહામારીના સમયમાં લોકોને કોરોના મહામારીથી બચાવવા માટે કેન્દ્ર સરકાર – આયુષ મંત્રાલયના પ્રયાસો ખુબ ઉપકારક સાબિત થયા છે. તેમ જણાવી ઉમેર્યું હતું કે આયુષ સંસ્થાઓએ આયુર્વેદના પ્રાચીન જ્ઞાન સાથે ટેકનોલોજીને જોડી આજે આયુર્વેદના મહત્વને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કર્યું છે.
દિપપ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ આમંત્રિતોને સન્માનપત્ર એનાયત કરાયા હતા.
આ પ્રસંગે કૃષિ અને વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલા, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જામનગરના મેયર હસમુખભાઇ જેઠવા, રાજયના આરોગ્ય સચિવ જયંતી રવિ, જામનગરના પ્રભારી સચિવ નલીનભાઇ ઉપાધ્યાય, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ડાયરેકટર અનુપ ઠાકર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023