મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેરને સીએનજી બસની ભેટ
News Jamnagar November 13, 2020
જામનગર
જામનગરને ગ્રીન રાખવા સીએનજી સિટી બસોનો પ્રારંભ
જામનગર તા.૧૩ નવેમ્બર, ગુજરાતને ગ્રીન એનર્જીના વપરાશમાં અગ્રસર કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સીએનજી બસોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે આજરોજ જામનગર મહાનગરપાલિકાના આંગણે મહાનુભાવોના હસ્તે શહેરમાં ૩ સી.એન.જી બસોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા સીએમ અર્બન બસ પ્રોગ્રામ હેઠળ જામનગર શહેર વિસ્તારમાં ૩૦ લોકોની ક્ષમતા સાથેની દસ મિની સીએનજી બસ પીપીપીના ધોરણે ચલાવવામાં આવશે. જામનગર ખાતે હાલ ૩ બસો કાર્યરત કરવામાં આવી છે. જેમાં બીજા તબક્કામાં અન્ય બસોને જરૂરિયાત મુજબના રૂટ પર ચલાવવામાં આવશે. જામનગર શહેરના વિસ્તારને ધ્યાને લેતા અંદાજે ૪૦ જેટલી બસોની જરૂરિયાત રહેવા પામે છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં ૧૦ ડીઝલ ઓપરેટેડ બસો ખરીદવામાં આવેલ હતી, પરંતુ પર્યાવરણને વધુ સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત કરવા માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યમાં સીએનજીનો વ્યાપ વધારવામાં આવ્યો છે ત્યારે જામનગર ખાતે હવે સીએનજી બસો ચલાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં કૃષિમંત્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ડેપ્યુટી મેયર કરસનભાઇ કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, કમિશનર સતીશ પટેલ, ડેપ્યુટી કમિશનર વસ્તાણી તેમજ વિવિધ વોર્ડના કોર્પોરેટર ઓ વગેરે મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024