મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વડાપ્રધાનશ્રીના આહવાન ના પગલે ભારતીય સેનાના જવાનો માટે દીપ પ્રજ્વલીત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
News Jamnagar November 15, 2020
જામનગર
પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના આહવાન ના પગલે ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ ભારતીય સેનાના જવાનો ના સમર્થનમાં વિશેષ દીપ પ્રાગટ્ય કર્યુ હતુ તેમજ સાંસદ પૂનમબેને પ્રધાનમંત્રીશ્રીની અપીલ મુજબ સૌ સમર્થકો-કાર્યકર્તાઓ-સ્નેહીઓ-સ્વજનો-સ્નેહીઓ-પરિચીતો સહિત સૌ નાગરીકોને પણ આ તકે જવાનો માટે આ રીતે વખતોવખત આદરભાવ પ્રગટ કરવા નમ્ર અનુરોધ કર્યો હતો
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના સંસદસભ્ય પૂનમબેન માડમ એ આ તકે જણાવ્યુ છે કે ભારતીય સેનાના વીર જવાનો નિ:સ્વાર્થ ભાવથી આપણા સૌ ની રક્ષા માટે કર્તવ્યનિષ્ઠા સાથે સરહદોની સુરક્ષા માટે રાતદિવસ ખડેપગે રહે છે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “એક દીપક જવાનો ના નામે” નુ દિવાળી ના દિવસ માટે આહવાન કર્યુ હતુ
જેના ભાગરૂપે સંસદસભ્ય પૂનમબેન માડમ એ વિશેષ રૂપે જવાનો માટે દિવાળીના દિવસે દીપ પ્રાગટ્ય કર્યુ હતુ
આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમ એ સૌ સૈનિકો અને તેમના પરિવારજનો ને નમન કરી તેઓના ત્યાગ અને સમર્પણ ના ભાવ માટે આપણે સૌ સદાય ઋણી રહેશુ તેમ જણાવ્યુ છે અને સેલ્યુટ ટુ સોલ્જર્સ પાઠવ્યુ હતુ
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઇ મોદી સાહેબ વર્ષ ૨૦૧૪ થી દરેક દિવાળી ના દિવસે રાષ્ટ્રની જુદી જુદી સરહદે જવાનો સાથે દિવાળી ઉજવે છે અને વિર સૈનીકોનો જુસ્સો વધારે છે આ વખતે દિવાળીના દિવસે સતત છઠ્ઠા વરસે આ વખતે રાજસ્થાનની લોંગેવાલા સરહદ પર તે જ રીતે જવાનો નો જુસ્સો વધાર્યો અને વીરરસ થી સભર સંબોધન કરી સૈનિકો ને બિરદાવી જુસ્સો વધાર્યો હતો અને રાષ્ટ્ર ના સૌ નાગરીકોને સલામતી ની ખાત્રી આપી હતી
ત્યારે જવાનો માટે દીપ પ્રાગટ્યની પ્રધાનમંત્રીશ્રીની અપીલ સમગ્ર રાષ્ટ્ર એ હોંશે હોંશે તેમજ અનોખા રાષ્ટ્રભાવ અને રાષ્ટ્રભક્તિથી ઝીલી લીધી હતી તેમ પણ સંસદસભ્ય પૂનમબેન એ ખાસ ઉમેર્યુ છે
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024