મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પુલ પર થી કાર નીચે ખાબકતા 2 મહિલાના ઘટના સ્થળે જ મુત્યુ અન્ય ત્રણ ને ઇજા
News Jamnagar November 19, 2020
જામનગર
આજે સવારે આશરે 9 વાગે ના સમયે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર જામનગરથી અંદાજે 40 કિ.મી.દૂર આવેલા ફુલઝર ડેમ-મોડપર ગામના પાટીયા પાસે એક અલ્ટો મોટર (gj-37 b-8453) પસાર થઈ રહી હતી કારચાલકે પોતાની કાર પર થી કાબુ ગુમાવતા કાર પુલ ની રેલિંગ તોડી કાર અંદાજે 30 ફૂટ ઉપરથી પુલ નીચે ખાબકી હતી.
અલ્ટો કારમાં મુસાફરી કરી રહેલાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાળા-બનેવી દંપતિ સહિતના પાંચ સભ્યો કારમાં જામનગર તરફ આવતા હતા ત્યારે ખટીયા અને મોડપર ગામના પાટીયા પાસે ડિવાઇડર તોડી પુલની રેલીંગ પરથી નીચે ખાબકતા બે મહિલાઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મૃત્યું નિપજ્યા હતા અને 2 પુરૃષ અને એક 15 વર્ષ યુવકને ગંભીર ઈજા થઈ હતી 2 મહિલા ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજય હતાં. ધડાકાભેર સર્જાયેલા અકસ્માત વેળાએ ખટીયા પાટીયા પાસે હાજર વ્યકિતઓ મદદરૂપ થવા દોડી આવ્યા હતાં. કોઈએ 108 તથા પોલીસને જાણ કરતા મેઘપરથી પોલીસ ટીમ અને એમ્બ્યુલન્સ દોડ્યા હતાં. તેઓ પહોંચે તે પહેલાં લોકોએ રેસ્કયુ કામગીરી શરૂ કરી દીધી હતી. સ્થાનિક વ્યકિતઓએ ઉંધી પડેલી અલ્ટો કારમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું. તેમાંથી ત્રણ પુરૃષ અને બે મહિલાને બહાર કાઢવામાં આવ્યા તે પછી એમ્બ્યુલન્સના સ્ટાફે તેઓને તપાસતા બન્ને મહિલા મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા.જયારે ત્રણ પુરૃષ ગંભીર ઈજા પામેલા હતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે જામનગર જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નવાગામ-રણજીતપર ગામના નારણભાઈ પરબતભાઈ કરંગીયા તથા તેમના પત્ની જસુબેન, તેમનો પુત્ર સુમીત (ઉ.વ.15) અલ્ટો કારમાં જામનગર આવવા નીકળ્યા હતાં. જામનગરમાં વસવાટ કરતા તેમના સંબંધી દેસુરભાઈ કરંગીયાએ નવુ મકાન ખરીદ્યુ હોય તેનું વાસ્તુ આજે રાખવામાં આવ્યું હતું જેમાં હાજરી આપવા નારણભાઈ પરિવાર સાથે નીકળ્યા હતાં. તેઓએ માર્ગમાં આવતા આસોટા ગામમાંથી પોતાના સાળા હેમંત રણમલભાઈ ચાવડા અને સાળાવેલી બાબીબેનને પણ સાથે લીધા હતાં. આ પરિવાર સમયસર જામનગર પહોંચવાના માટે આવી રહ્યો હતો ત્યારે ખટીયા પાટીયા પાસે ઉપરોકત ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ જસુબેન અને બાબીબેનના મૃત્યુ થયા હતાં. જયારે નારણભાઈ, હેમંતભાઈ, સુમીતભાઈને ઈજા થઈ હતી. મેઘપર પોલીસમથક ના પીએસઆઇ વાઢેર બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024