મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગણત્રી ની કલાકો માં મંદિરની દાન પેટી માંથી થયેલ ચોરી નો ભેદ ઉકેલતી પંચકોષી એ ડિવિઝન પોલીસ
News Jamnagar November 20, 2020
જામનગર
ગણત્રીની કલાકોમાં મોડા ગામે મોડપીર ડાડાની દેરીની દાન પેટીમાંથી ગયેલ રોકડ રૂપીયા શોધી કાઢી કજે કરી ચાર આદિવાસી ઇસમોને પકડી પાડતી જામનગર પંચકોષી ‘ એ ડીવીઝન પોલીસ જીલ્લા પોલીસ અધીક્ષક દિપન ભદ્રન સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇ સાહેબના માર્ગદર્શન મુજબ પંચકોષી ‘એ’ડીવી . પો.સ્ટે.ના પો.સ.ઇ. ડી.પી.ચુડાસમા તથા સ્ટાફના પો .હેડ કોન્સ . શૈલેન્દ્રસિંહ એસ.જાડેજા તથા વિરેન્દ્રસિંહ પી.જાડેજા ફલ્લા તથા રણજીતપર ગામે વી.વી.માં તથા પો.સ્ટે . વિસ્તારમાં મીલકત સબંધી અનડીટેક્ટ ગુન્હા શોધવા પેટ્રોલીગમાં તથા પંચ “ એ ” ડીવી . પો.સ્ટે . એ – પાર્ટ ગુ.ર.ન .૦૬૪૩ / ૨૦૨૦ ઇ.પી.કો. કલમ -૩૭૯ મુજબના ગુન્હાની તપાસમાં હતા.
તે દરમ્યાન સાથેના પો. હેડ કોન્સ .શૈલેન્દ્રસિંહ એસ.જાડેજા તથા વિરેન્દ્રસિંહ પી.જાડેજાને સંયુક્ત રીતે ખાનગી બાતમી રાહે હકીકત મળેલ હોય કે મોડા ગામે મોડપીર ડાડાની દેરીની દાન પેટી તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ હોય તે ચાર આદિવાસી માણસો ચાવડા ગામે બસ સ્ટેન્ડ ઉભેલ હોવા અંગે ખાનગી હકિકત મળતા ચાવડા ગામે બસ સ્ટેન્ડે જતા હકીકત મુજબ ચાર આદિવાસી માણસો ઉભેલ હોય તેમના નામ સરનામાં પુછતા ( ૧ ) મુકેશભાઇ કનુભાઇ ડામોર , જાતે આદિવાસી રહે.હાલ ચાવડાં ગામ ઘનુભા બચુભા જાડેજાની વાડીમાં તા.જી. જામનગર મુળ રહે . ધનાર પાટીયા ગામ તા.ધાનપુર જી.દાહોદ તથા ( ૨ ) બહાદુર કાળુભાઇ મહેડા , જાતે – આદિવાસી , રહે.હાલ , ચાવડા ગામ ઘોઘુબાપુની વાડીમાં તા.જી. જામનગર મુળ રહે . કલીયાવાવ ગામ તા.ભાભરા , જી.અલીરાજપુર રાજ્ય.મધ્ય પ્રદેશ તથા ( ૩ ) મહેશભાઇ રાજુભાઇ મહેડા , જાતે – આદિવાસી , રહે . હાલ.ચાવડા ગામ ધમભા ઘેલુભાની વાડીમાં તા.જી. જામનગર મુળ રહે.કલીયાવાવ ગામ તા.ભાભરા જી.અલીરાજપુર રાજ્ય મધ્ય પ્રદેશ તથા ( ૪ ) કારૂભાઇ તેરસીંગભાઇ ગંડળીયા , જાતે – આદિવાસી , રહે.હાલ ચાવડા ગામ સુખુભા ઘેલુભાની વાડીમાં મુળ રહે મંડાર ગામ તા.ભાભરા જી.અલીરાજપુર રાજ્ય મધ્ય પ્રદેશ વાળાઓને યુક્તિ – પ્રયુક્તિથી ઇંટ્રોગેટ કરતા આકરી પુછ – પરછ દરમ્યાન મજકુર ઇસમોએ ચોરી કરેલની કબુલાત આપી જણાવેલ કે પોતાને પૈસાની જરૂરત હોય જેથી ચારેય મીત્રો ભેગા થયેલ ત્યારે કોઇ મંદિર કે દેરીમાં દાન પેટીમાંથી ચોરી કરેલનું નક્કિ કરેલ હોય અને મજકુર ઇસમો પાસેથી દાન પેટીમાંથી રોકડ રૂપીયાની ચોરી કરેલ હોય તે રોકડ રૂ . ૧૨૪૦ / મુદામાલ કબજે કરી ગણત્રીની કલાકોમાં અન ડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હો ડીટેક્ટ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે . આ કાર્યવાહી પંચકોષી ‘એ ‘ડીવી .પો.સ્ટે . ના પો.સબ ઇન્સ .ડી.પી.ચુડાસમા તથા સ્ટાફના પો .હેડ કોન્સ . શૈલેન્દ્રસિંહ જાડેજા તથા વીરેન્દ્રસિંહ જાડેજા તથા જીજ્ઞેશભાઈ વાળા તથા પો . કોન્સ . સંદિપભાઈ જરૂ વિગેરે નાઓએ કરેલ છે .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024