મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર મહાનગર ભાજપ સંગઠનનો પદભાર સંભાળતા નવનિયુક્ત પ્રમુખ ડો. વિમલભાઇ કગથરાએ શુભેચ્છા પાઠવતા જિલ્લાભાજપ પ્રમુખ
News Jamnagar November 20, 2020
જામનગર મહાનગર ભાજપ સંગઠનનો પદભાર સંભાળતા નવનિયુક્ત પ્રમુખ ડો. વિમલભાઇ કગથરાએ શુભેચ્છા પાઠવતા જિલ્લાભાજપ પ્રમુખશ્રી-મંત્રીશ્રી-સાંસદશ્રી-પદાધીકારીઓ-આગેવાનો શુભેચ્છકો
જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી સંગઠનના નવનિયુક્ત પ્રમુખ શ્રી ડો.વિમલભાઇ કગથરાએ પદભાર આજરોજ લાભપાંચમના શુભ દિવસે સંભાળ્યો તે પ્રસંગે સાંસદશ્રી પૂનમબેન માડમ મેયર શ્રી હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી સુભાષભાઇ જોશી શાસક પક્ષ નેતા શ્રી દિવ્યેશભાઇ અકબરી, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી આકાશભાઈ બારડ, પક્ષના આગેવાનો હોદેદારો તેમજ શુભેચ્છકો કાર્યકર્તાઓ અને મીડીયા કર્મીઓએ શહેર ભાજપ કાર્યાલય પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે ઉપસ્થિત રહી શ્રી વિમલભાઇ ને શુભેચ્છાઓ પાઠવી હતી
આ તકે નવનિયુક્ત પ્રમુખ વિમલભાઈ એ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી આર.સી.પાટીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલજી નો આભાર વ્યક્ત કરી તેમને સોંપાયેલી જવાબદારી સુપેરે નિભાવવાની કટીબદ્ધતા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવનાર સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો
કાર્યક્રમની શરૂઆત સમૂહગીત થી કરવામાં આવેલ, તથા શહેર ઉપાધ્યક્ષ ખુમાનસિંહ સરવૈયાએ સ્વાગત પ્રવર્ચન કરી સૌ કોઈ ને આવકારેલ. ગુજરાત રાજ્ય કેબિનેટ મિનિસ્ટર આર.સી.ફળદુ સાહેબનું સ્વાગત પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા દ્વારા કરવામાં આવેલ, મેયર હસમુખભાઈ જેઠવા નું સ્વાગત વિનોદભાઈ ખીમસુરિયાં દ્વારા, પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલાનું સ્વાગત કેતનભાઈ જોશી દ્વારા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચાનું સ્વાગત ઉપાધ્યક્ષ આશિષ કંટારીયા દ્વારા, સાંસદ પૂનમબેન માડમ નું સ્વાગત મહિલા પ્રમુખ શારદાબેન વિંઝુડા દ્વારા કરવામાં આવેલ.
પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચાએ પોતાના ઉદબોધનમાં નવ નિયુક્ત પ્રમુખ ડો વિમલભાઈ કગથરા અભિનંદન આપી સફળતા માટે શુભકામના પાઠવેલ. ઉપરાંત પોતાનામાં વિશ્વાશ મૂકી જવાબદારી સોંપવા બદલ પાર્ટીના શિરસ્થ નેતૃત્વનો આભાર માનેલ. સાથીસાથ પોતાના કાર્યકાળ દરમિયાન સહકાર આપનાર સૌ પ્રદેશના સંગઠનના પદાધિકારીઓ શહેર સંગઠનના પદાધિકારીઓ, સાંસદ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, મેયર , પૂર્વ મેયર , મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. વિશેષમાં અખબારના માલિકો, તંત્રીઓ, પ્રતિનિધીશ્રીઓ, ફોટોગ્રાફર્સ, ટી.વી ચેનલના માલિકો, પ્રતિનિધિઓ, વીડિયોગ્રાફર્સનો વિશેષ આભાર માનેલ.
મેયર હસમુખ જેઠવાએ નવ નિયુક્ત પ્રમુખ ડો. વિમલભાઈ કગથરાને કર્મઠ અને કાર્યશીલ ગણાવતા જણાવેલ કે સંવંત ૨૦૭૭ ની શરૂઆતમાં લાભ પાંચમના શુભદિનએ આ કાર્યભાર સોંપવામાં આવી રહ્યો છે. તેઓ એ વધીમાં જણાવેલ કે પર્વ પ્રમુખએ ૭.૫ વર્ષ પક્ષને સક્ષમ રીતે નેતૃત્વ પ્રદાન કર્યું, પાર્ટીને વધુ ને વધુ મજબૂત બનાવી, અંતતઃ નવ નિયુક્ત પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ખુબ સારી રીતે કામગીરી બજાવે તેવી શુભકામના પાઠવેલ.
રાષ્ટ્રીય સફાઈ અયોગ્યના પૂર્વ અધ્યક્ષ મનહરભાઈ ઝાલા એ જણાવેલ કે ડો. વિમલભાઈ કગથરા સંગઠનની જીવ છે, યુવા મોરચા થી શરુ કરી શહેર મહામંત્રી તરીકે બહોળો અનુભવ ધરાવે છે, તેઓ એ જણાવેલ કે માનનીય નરેન્દ્રભાઈ મોદી જયારે વિશ્વને નેતૃત્વ પ્રદાન કરી રહ્યા છે, તેવા પક્ષના કાર્યકર્તા આપણે સૌ છીએ, જેનું ગર્વ આપણે સૌ એ લેવું જોઈએ. તેઓ એ વિમલભાઈ કગથરાને શુભેચ્છા પાઠવેલ.
ગુજરાત રાજ્ય કેબિનેટ મિનિસ્ટર આર.સી.ફળદુ દ્વારા ઉદબોધન કરવામાં આવેલ કે, કાર્યકર્તાએ સંગઠનનો પાયો છે. એક સમય હતો સાંસદમાં અટલજીને કહેવામાં આવેલ કે “તમે બે અને તમારા બે !” અને એ પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે, તો તેનું કારણ છે સક્ષમ કાર્યકર્તા. આ તબબકે તેઓ એ નવનિયુક પ્રમુખ ડો. વિમલ કગથરાને શુભકામના પાઠવેલ.
સાંસદ પૂનમબેન માડમએ પોતાના ઉદબોધનમાં જણાવેલ કે, જામનગર શહેરમાં સહુથી નાની વાયના યુવાન પ્રમુખ તરીકે ડો. વિમલભાઈ કગથરાની નિમણુંક થયેલ છે. પક્ષએ તેઓ ને મોટી જવાબદારી સોંપી છે, શહેર મુખ્ય કેન્દ્રબિંદુ હોય છે. શહેર માંથી ઉભો થતો માહોલ જિલ્લાઓમાં અસર કરે છે. શહેરએ પોલિટિક્સનું એપિકસેન્ટર હોય છે, અને ડો. વિમલભાઈ કગથરાને મહત્વની જવાબદારી સોંપાઈ છે, સાંસદ શ્રી પૂનમબેન માડમ એ નવનિયુક્ત પ્રમુખ વિમલભાઈ કગથરાને શુભકામના પાઠવેલ.
વિશેષ રૂપે જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો વિમલભાઇ કગથરાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે આપણા વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઇ મોદી સા. કેન્દ્રીય ગૃહમંત્રી માન. અમિતભાઇ શાહ સા. રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા સા.ની પ્રેરણા આપણા સંગઠન ને “સેવા હી સંગઠન ” સાર્થક કરવા હંમેશા માર્ગદર્શક રહેશે જે દિશાનિર્દેશની દિશામા સૌ ના સાથસહકારથી આગળ ધપવા નો નિર્ધાર વ્યક્ત કર્યો હતો
આ તબ્બકે શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજ્ય કેબિનેટ મિનિસ્ટર આર.સી.ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખભાઈ જેઠવા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, રાષ્ટ્રીય સફાઈ આયોગના પૂર્વ અધ્યક્ષ મનહરભાઈ ઝાલા, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, સાશકપક્ષ નેતા દિવ્યેશભાઈ અકબરી, સ્ટે. કમિટી ચેરમેન સુભાષ જોશી, શિક્ષણસમિતિના ચેરમેન આકાશ બારડ, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, પ્રતિભાબેન કનખરા, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ કનખરા,નિલેશભાઈ ઉદાણી, અશોકભાઈ નંદા, મુકેશભાઈ દશાણી, પૂર્વ શિક્ષણસમિતિ ચેરમેન મધુભાઈ ગોંડલીયા સહીત શહેર સંગઠનના હોદેદારો, કોર્પોરેટરો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, વોર્ડ અધ્યક્ષ વોર્ડ સમિતિના હોદેદારો સહીત કાર્યકર્તાઓએ હાજર રહી ડો. વિમલભાઈ કગથરાને શુભકામના પાઠવેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના આશિષ કંટારીયા તથા ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવવામાં આવેલ છે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024