મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નવાનગર નેચર કલબ દ્વારા આયોજીત ઓનલાઈન પ્રકૃતિ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ યોજાયો હતો
News Jamnagar November 21, 2020
જામનગર
જામનગર ગત તા.૧૯ નવેમ્બર, પ્રકૃતિ સાથે જોડાયેલ આપણી બેનમુન સંસ્કૃતિમાં લોકો પોતાની કળા મનોભાવ અને શ્રદ્ધાને રંગોળીમાં કલાત્મકતાથી રંગો પૂરી વ્યક્ત કરતા આવ્યા છે. જામનગરની નવાનગર નેચર કલબ પર્યાવરણ સંરક્ષણ માટેના નવતર પ્રયોગો માટે સમગ્ર ગુજરાતમાં ખુબજ પ્રસિદ્ધ છે.
(સંસ્થાની પ્રવૃત્તિઓwww.nncgreen.org ઉપર જોઈ શકો છો). લોકોમાં સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે નવાનગર નેચર કલબ અવનવા કાર્યક્રમો યોજતી રહે છે. જેના ભાગરૂપે આ સંસ્થા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી દર વર્ષે લાખોટા તળાવ ઉપર ઓપન જામનગર પ્રકૃતિ રંગોળી સ્પર્ધાનું આયોજન કરે છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે આ પ્રકૃતિ રંગોળી સ્પર્ધાનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રંગોળીના કલાકારોને યોગ્ય પ્રત્સાહન મળે તેમજ તેમની અંદર રહેલ પ્રકૃતિ પ્રેમ કળા,મનોભાવ કલાત્મક રંગો પૂરી વ્યક્ત કરે તે ઉદેશથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં આશરે ૭૫ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને તમામ લોકોએ બનાવેલ રંગોળીના ફોટા નિયમ અનુસાર સંસ્થાના વોટ્સએપ નંબર ઉપર સેન્ડ કર્યા હતા જેનું આજ રોજ નિર્ણાયકો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ગૃપ ”એ” માં (૧) એકતા મગનભાઈ ભારદીયા, (૨) ઊર્વી પ્રમોદભાઈ ઘોરેચા, (૩) વાડોદરીયા દીપેન જમનભાઈ કોન્સલેશન (૧) પૃથા શાંતિલાલ મોરસાણિયા, કોન્સલેશન (૨) જેઠવા મેઘા પ્રમોદભાઈ તથા ગૃપ ”બી”માં (૧) રિધ્ધિ શેઠ, (૨) કુંભારાણા સન્ની એ., (૩)પૂનમ મિલન કનખરા, કોન્સલેશન (૧) નીકીતા અંકીત સાંગાણી, કોન્સલેશન (૨) ચાંદની જીગર તન્ના વિજેતા થયા હતાં. સ્પર્ધામાં વિજેતાઓને રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે પુરસ્કાર તથા પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયકો તરીકે જાણીતા આર્ટિસ્ટ મિત્તલ ગિરિચા ગાથા ઉમેશભાઈ થાનકી તેમજ ચંદ્રવીજયસિંહ રાણાએ સેવા આપી હતી. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે માત્ર વિજેતાઓને રાજ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાને બોલાવી સન્માનિત કર્યા હ
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024