મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
તત્કાલિન સરપંચોની ધરપકડ કરતી જામનગર એ.સી.બી
News Jamnagar November 23, 2020
જામનગર
સતાનો દુરઉપયોગ કરનાર જામનગરના જામજોધપુર તાલુકાના ચુર ગામના બે -તત્કાલિન સરપંચોની ધરપકડ કરતી જામનગર એ.સી.બી. જામજોધપુર તાલુકાના ચુર ગામમાં ચુર ગ્રામપંચાયત દ્વારા સને ૨૦૧૬ થી સને ૨૦૧૭ ના વર્ષ માં સરકારની ૧૪ માં નાણાપંચના વિકાસના કામો પૈકી રબારીવાસમાં પાણીની ટાંકી તથા ગામતળમાં પાઇપ લાઇનનું કામ થયેલ ન હોવા છતા આ બન્ને કામ પેટે રૂા .૧,૮૯,૪૦૦ / – નું સબંધીતોને ગેરકાયદેસર ચુકવણું કરી તથા આ યુકવણુ કરતા પુર્વે જવાબદાર અધિકારી કર્મચારીઓએ સ્થળ ઉપર કામ થયાની ખાતરી કર્યા વગર માપપોથીમાં ખોટા માપોની નોંધ કરી , ગેરરીતી આચરી , સંબંધીતોના નામના વાઉચરો બનાવી , ખોટુ દસ્તાવેજી રેકર્ડ ઉભુ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી , સરકારી નાણાની ઉચાપત કરેલ જે બાબતની પ્રાથમીક તપાસ જીલ્લા વિકાસ અધિકારી , જામનગરનાઓએ કરાવેલ જે તપાસના અંતે આરોપી
( ૧ ) શ્રીમતી પુરીબેન નથુભાઇ રાઠોડ ( ર ) નિતેશસિંહ ગંભીરસિહં જાડેજા બન્ને તત્કાલીન સરપંચ સુર ગ્રામ પંચાયત તા.જામજોધપુર જી.જામનગર વાળાઓએ સરકારશ્રીને આર્થીક નુકશાન કરેલ હોવાનું જણાતા આ ભષ્ટ્રાચાર અંગે ફોજદારી ફરીયાદ કરવા તાલુકા વિકાસ અધિકારી જામજોધપુર નાઓને અધિકૃત કરતાં તેઓએ ઉપરોકત બન્ને આરોપીઓ તથા તપાસમાં ખુલે તે આરોપીઓ વિરૂધ્ધ જામનગર એ.સી.બી. પો.સ્ટે . ખાતે સરકાર તરફે ફરીયાદ આપેલ હતી . જે ગુન્હાની તપાસના કામે આજરોજ તા.રર / ૧૧ / ૨૦૨૦ ના રોજ એ.પી.જાડેજા , મદદનીશ નિયામક , રાજકોટ એકમના માર્ગદર્શન મુજબ તપાસ કરનાર અધિકારી એ.ડી.પરમાર , પોલીસ ઇન્સપેકટર એ.સી.બી. પો.સ્ટે . જામનગરનાઓએ તપાસના કામે લેખિત- મૌખીક તથા દસ્તાવેજી પુરાવાઓ એકઠા કરી , જામનગર તથા દેવભુમી દ્વારકા એ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો તૈયાર કરી , આરોપીઓની જામજોધપુર તેમજ ચુર ગામે શોધખોળ કરી મળી આવતા પકડી લઇ જામનગર એ.સી.બી. પો.સ્ટે . લાવી , પુછપરછ કરી બન્ને આરોપીઓના સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ કોરોના કોવીડ -૧૯ ના રીપોર્ટ કરાવતા , રીપોર્ટ નેગેટીવ આવતાં ગુન્હાના કામે કાયદેસર ધરપકડ કરવામાં આવેલ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024