મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વીરપુર-ગોંડલ વચ્ચે રેલ્વે ક્રોસિંગ અકસ્માતની તપાસ 23 અને 24 નવેમ્બરના રોજ રેલ્વે સંરક્ષા આયુક્ત કરશે
News Jamnagar November 23, 2020
ભાવનગર રેલ્વે મંડલના વીરપુર અને ગોંડલ સ્ટેશન વચ્ચે માનવ યુક્ત રેલ્વે ક્રોસિંગ નં 39 સી પર 22 નવેમ્બર 2020 (રવિવાર) ના રોજ જ્યારે ટ્રેન નં. 01463 (સોમનાથ-જબલપુર) રેલ્વે ક્રોસિંગ પાર કરી રહી હતી ત્યારે રસ્તાના વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની તપાસ, પશ્ચિમ સર્કલ, મુંબઇના રેલ્વે સંરક્ષા આયુક્ત આર. કે. શર્મા દ્વારા તા .23 અને 24 નવેમ્બર 2020 ના રોજ (બે દિવસ) 10.00 વાગ્યેથી 19.00 વાગ્યે સુધી રાજકોટના કોઠી કમ્પાઉન્ડ ખાતે મંડલ રેલ્વે મેનેજર કાર્યાલયના સભાકાક્ષમાં રાખવામાં આવી છે.
કોઈપણ સામાન્ય નાગરિક અથવા રેલ્વે કર્મચારી / અધિકારી કે જે આ દુર્ઘટના વિશે માહિતી આપવા માંગે છે, તે સ્વેચ્છાએ નિયત સમયે ઉપરોક્ત સરનામે પહોંચી અને રેલ્વે સંરક્ષા આયુક્તને જાણકારી આપી શકે છે.
આ ઘટના વિશે કોઈ માહિતી આપવા ઇચ્છુક કોઈપણ વ્યક્તિ રેલ્વે સંરક્ષા આયુક્ત (રેલ્વે), વેસ્ટર્ન સર્કલ 2nd ફ્લોર, ચર્ચગેટ સ્ટેશન બિલ્ડિંગ એનેક્સી, મહર્ષિ કર્વે રોડ, મુંબઇ -400020 પર પત્ર દ્વારા માહિતી આપી શકે છે.અથવા 022-22034351 પર ફેક્સ કરી શકે છે
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024