મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત ઇસમોને એક લાખ થી વધુ ના મુદામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.
News Jamnagar November 23, 2020
જામનગર
જામનગર જીલ્લાના ખારાવેઢા ગામની સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત ઇસમો રોકડ રકમ તથા મોબાઇલ ફોન તથા મો.સા મળી કુલ કિ.રૂ .૧,૦૬,૩૦૦ ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો જામનગર તાલુકા વિસ્તારમાં પ્રોહિ જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન જામનગર એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ ફીરોજભાઇ દલ તથા વનરાજભાઇ મકવાણાને મળેલ હકિકત આધારે નીચે જણાવેલ નામ વાળા ઇસમો ગંજીપાના વડે જુગાર રમતા મળી આવતા તેના કન્ધા માથી રોકડ રૂ . ૪૦૮૦૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ .૫૫૦૦ / – તથા મો.સા નંગ – ર કિ.રૂ ૧૦૦૦૦ / – તથા જુગારનું સાહીત્ય વિગેરે મળી કુલ કિ.રૂ .૧,૦૬,૩૦૦ / – ના મુદામાલ સાથે મળી આવતા પોલીસ હેડ કોન્સ ધાનાભાઇ મોરી એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ. આર.બી.ગોજીયાએ તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે ( ૧ ) જયેન્દ્રસિંહ રણજીતસિંહ રાઠોડ રહે.ખારા વેઢાગામ તા.જી.જામનગર ( ર ) હરીસિંહ કાનાજી જાડેજા રહે.ગ્રીન સીટી આગળ દ્વારકાધીશ સોસાયટી જામનગર ( ૩ ) વાલજીભાઇ પેથાભાઇ વઘોરા રહે.ભીમવાસ – ર જામનગર ( ૪ ) જીતુભા દેવભા જાડેજા રહે . મુંગણી ગામ તા.જી.જામનગર ( ૫ ) વીરમલ યુમનમલ નાગપાલ સીંધી લુવાણા રહે . ભોયંના ઢાળીયા નીચે પઠાણનો ડેલો જામનગર ( ૬ ) સમીબેન વા / ઓ દેવાયતભાઇ ભીમાભાઇ ડાંગરરહે.ગોકુલનગર શેરી નં -૬ જામનગર તેમજ વાડી માલીક તથા નાશી જનાર રાજભા ઉર્ફે અમદાવાડી ઘેલુભા ચૌહાણ રહે.જામનગર દેવાભાઇ આણંદભાઇ ટોલીયા ભરવાડ રહે.હાલ રાજકોટ વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે આ કાર્યવાહી પો.ઇન્સ. કે.જી.ચૌધરીની સુચના થી એલ.સી.બી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે .
પ્રતીકાત્મક.તસ્વીર
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024