મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર માર્કેટ યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક
News Jamnagar November 24, 2020
જામનગર
જામનગરના માર્કેટ યાર્ડમાં આજે ૪૦ હજાર ગુણી મગફળીની આવક થઈ છે. જેની આજે હરાજીથી વેંચાણ થઈ રહ્યું છે, જ્યાં સુધી હાલના મોજુદ મગફળીનો નિકાલ ન થાય ત્યાં સુધી નવી આવક બંધ રાખવાનો પણ નિર્ણય લેવાયો છે.
હાપા માર્કેટ યાર્ડખાતે ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાથી આજે સવારે પાંચ વાગ્યા સુધીમાં ૪રપ વાહનો મારફત ૪૦ હજાર મગફળીની ગુણીની આવક થઇ હતી. આમ મબલખ આવક થતા માર્કેટ યાર્ડમાં જગ્યા પણ બાકી રહેવા પામી નહતી. આથી જ્યાં સુધી આ તમામ જગ્યાનું વેંચાણ ન થાય ત્યાં સુધી નવી આવક બંધ રાખવામાં આવી છે. દરમિયાન આજે સવારથી મગફળીની હરાજી પ્રક્રિયા શરૂ થવા પામી છે.
જામનગર માર્કેટીગ યાર્ડમાં ગુજરાતમાં સોથી વધુ મગફળીના સારો ભાવો આવતા .યાર્ડમાં આજે સવારે કલાકોમાં 400થી વધુ ખેડૂતો પોતાની મગફળીના વાહનો સાથે આવ્યા હતા.અને સવારે માત્ર બે કલાકમાં 40 હજાર ગુણી મગફળીની રેકોર્ડબ્રેક આવતા હાપા યાર્ડ મગફળીથી છલકાય ગયું હતું. મગફળીની વ્યાપક આવકને ધ્યાને રાખીને યાર્ડમાં મગફળીની આવકને બંધ કરવાની ફરજ પડી છે.જો કે મગફળીની હરરાજીનું કામકાજ ચાલુ હોવાનું યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું
ફાઈલ તસ્વીર
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024