મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પોલીસ વિભાગે માસ્ક ન પહેરનાર લોકો પાસેથી વસુલ્યો રૂ.20 લાખથી વધુનો દંડ
News Jamnagar November 24, 2020
ગુજરાત
પાટણ જિલ્લામાં માસ્ક ડ્રાઈવ અંતર્ગત છેલ્લા પાંચ દિવસમાં બે હજાર કરતાં વધુ લોકોને દંડ, ૧૯ લોકો સામે કલમ-૧૮૮ મુજબ ગુનો નોંધાયો
દિન-પ્રતિદિન વધી રહેલા કોવિડ-૧૯ના કેસને ધ્યાને લઈ ફરજીયાત માસ્ક પહેરવાના જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. માસ્ક ડ્રાઈવ અંતર્ગત માસ્ક ન પહેરનાર લોકો પાસેથી સ્થળ પર જ દંડ વસુલ કરવા ઉપરાંત દંડ ભરવાનો ઈનકાર કરનાર સામે કલમ-૧૮૮ હેઠળ ગુનો નોંધવામાં આવી રહ્યો છે.
દિવાળીના તહેવારોમાં બજારોમાં થયેલી ભીડભાડના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધતાં જિલ્લામાં દિન-પ્રતિદિન કોવિડ-૧૯ના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ વિભાગે માસ્ક ન પહેરનાર લોકો સામે સખત વલણ દાખવી દંડ વસુલવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત જિલ્લાના નવ તાલુકાઓમાંથી તા.૧૮ નવેમ્બરથી તા.૨૨ નવેમ્બર સુધી એટલે કે છેલ્લા પાંચ દિવસમાં ૨૦૦૭ લોકો પાસેથી રૂ.૨૦,૦૭,૦૦૦ જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
સાથે સાથે દંડ ભરવાનો ઈનકાર કરનારા કુલ ૧૯ લોકો સામે કલમ-૧૮૮ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા તથા સુરક્ષિત રહેલા લોકોમાં જાગૃતિ કેળવાય તે માટેના જિલ્લા વહિવટી તંત્રના પ્રયાસો બાદ પણ તેની અવગણના કરી નિયમનો ભંગ કરનાર લોકો સામે આગામી દિવસોમાં પણ દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે.
માહિતી બ્યુરો, પાટણ .પ્રતીકાત્મક તસવીર
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025