મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન.
News Jamnagar November 25, 2020
અવસાન નોંધઃ
અહેમદ પટેલ ના નિધન થી દેશ અને ગુજરાત માં શોક નું મોજું ફરી વળ્યું
અહેમદ પટેલ ની દફનવિધિ તેમના વતન પીરામણ ખાતે તેમની ઈચ્છા મુજબ થશે
કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું બુધવારે વહેલી સવારે નિધન થયું છે.આ જાણકારી તેમના દીકરા ફૈસલ પટેલે ટિવટ કરી આપી છે.અહેમદ પટેલની તબિયત બગડતાં તેમને થોડા દિવસ અગાઉ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં કોરોના સંક્રમિત પણ થયા હતા.
અહેમદ પટેલનું 25-11-2020ના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યે નિધન થયું છે. એક મહિના પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં શરીરના વિવિધ અંગોએ કામ કરવાનું બંધ કર્યું હતું અને તેમની તબિયત દિવસેને દિવસે બગડી રહી હતી. અલ્લાહ તેમને જન્નત બક્ષે તેવી દુઆ. હું તમામ લોકોને વિનંતી કરું છું કે કોવિડ-19ના નિયમોનું પાલન કરે અને ક્યાંય પણ વધારે સંખ્યામાં એકઠા ન થાય. તમામ જગ્યાએ સશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખે.
71 વર્ષીય અહેમદ પટેલ ત્રણ વખત લોકસભાના સભ્ય અને પાંચ વખત રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. ઓગસ્ટ 2018 માં, તેઓ કોંગ્રેસ પાર્ટીના ખજાનચી તરીકે નિયુક્ત થયા. ભરૂચથી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ 26 વર્ષની વયે અહેમદ પટેલ 1977 માં પ્રથમ વખત સંસદ પહોંચ્યા. હંમેશાં પડદા પાછળ રાજકારણ કરનારા અહેમદ પટેલની ગણતરી કોંગ્રેસ પરિવારના વિશ્વાસપાત્ર નેતાઓમાં થાય છે. તેઓ 1993 થી રાજ્યસભાના સાંસદ હતા.
અહેમદ પટેલ કોંગ્રેસના ટ્રેઝરર રહી ચૂક્યા હતા અને તેઓ 1977થી 1989 ત્રણ ટર્મ માટે લોકસભા સાંસદ રહી ચૂક્યા હતા. જ્યારે ગુજરાતથી 1993થી તેઓ રાજ્યસભા સાંસદ રહ્યા હતા. તેઓ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા.
પ્રતિકાતમક તસ્વીર.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024