મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બિન અનામત હિન્દુ જાતિઓમાં નવી ૨૦ જાતિઓ તથા બિન અનામત મુસ્લિમ જાતીઓમાં નવી ૧૨ જાતિઓનો સમાવેશ
News Jamnagar November 25, 2020
બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં નવી વધુ ૩૨
જાતિઓ-પેટાજાતિઓનો સમાવેશ કરાયો
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં નવી વધુ ૩૨ જાતિઓ-પેટાજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બિન અનામત હિન્દુ જાતિઓમાં નવી ૨૦ જાતિઓ તથા બિન અનામત મુસ્લિમ જાતીઓમાં નવી ૧૨ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં સમાવેશ થયેલ ન હોય એવા બિન અનામત વર્ગના અરજદારો સંસ્થા તરફથી તેઓની જાતિનો બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇને સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં બાકી રહેલ જાતિઓ-પેટાજાતિઓનો સમાવેશ કરાયો છે.
બિન અનામત હિન્દુ જાતિઓમાં હિન્દુ વાલમ બ્રાહ્મણ, ખંડેલવાલ (મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલ), મોઢ વણિક, મોઢ વાણિયા, રાયકવાળ બ્રાહ્મણ, ખેડાવાળ બ્રાહ્મણ, બાજ ખેડાવાળ બ્રાહ્મણ, સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ, જેઠી મલ્લ, જેષ્થી મલ્લ, જ્યેષ્ઠી મલ્લ, પુરબિયા રાજપૂત ક્ષત્રિય, હિન્દુ આરેઠીયા, વાવિયા, હિન્દુ મહેતા, મોરબીયા, જોબનપુત્રા, પુષ્કર્ણા બ્રાહ્મણ, સિધ્ધરુદ્ર બ્રાહ્મણ, સાંચીહર બ્રાહ્મણ, પુરોહિત, રાજપુરોહિત, માહેશ્વરી, અગ્રવાલ, અગ્રવાલ( વૈષ્ણવ વણિક ), અગ્રવાલ( વૈષ્ણવ વાણિયા ), ઠક્કર, મારૂ રાજપૂત, અમદાવાદ રાવત( રાજપૂત ) તથા બિન અનામત મુસ્લિમ જાતીઓમાં કુરેશી મુસ્લીમ, સુન્ની મુસલમાન વ્હોરા પટેલ, સુન્ની મુસલમાન, શીયા જાફરી મોમીન જમાત, મુસલમાન મોમીન, મોમીન, વૈદ્ય જ્ઞાતી, મોમીન સુથાર, સુથાર (મુસ્લીમ), મુમન, ખેડવાયા મુસ્લીમ, ચૌહાણ (મુસલમાન), મુસ્લીમ ખત્રી, બુખારી, મુસ્લિમ રાઉમા, મુસ્લીમ રાયમા, મીરઝા, બેગ, પિંઢારા, મુસ્લીમ વેપારીનો સમાવેશ કરવામાં
આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવી જાહેર કરાયેલી આ બિન અનામત વર્ગની જાતિઓની યાદીથી અરજદારોને બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર આપવામાં સરળતા રહેશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના જૂના ઠરાવમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો / અન્ય પછાત વર્ગો સિવાયની કોઈ જાતિ, સમૂહ કે જૂથનો ઉલ્લેખ બિનઅનામત વર્ગની યાદીમાં ન થયો હોય તેવી જાતિના ઉમેદવારો/અરજદારોને પણ બિન અનામત વર્ગનું પ્રમાણ પત્ર આપવામાં આવશે.
ધવલ શાહ
પ્રતીકાત્મક તસ્વીર
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024