મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના વિસ્તારમાં વાહનોને પાર્કિંગ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
News Jamnagar November 26, 2020
જામનગર
જામનગરના ૬ ટ્રાફિક જંકશનોની ચારે દિશામાં ૩૦ મીટર સુધીના વિસ્તારમાં વાહનોને પાર્કિંગ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
જામનગર તા.25 નવેમ્બર,VISWAS પ્રોજેક્ટ અંતર્ગત જામનગર શહેરમાં કુલ ૭૭ લોકેશન ખાતે સી.સી.ટી.વી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ અને એસ.પી. કચેરી ખાતે કમાન્ડ કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરેલ છે. જેથી જામનગર શહેર ખાતે ઇ- ચલાન વ્યવસ્થા શરૂ થયેલ હોવાથી તેમજ શહેરમાં કુલ છ ટ્રાફિક જંકશન પર આર.એલ.વી.ડી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ હોય, જામનગર શહેરમાં ટ્રાફિક જંકશનની ચારે દિશામાં ૩૦ મીટર સુધીના પાર્કિંગ અંગે જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર રવિશંકર દ્વારા સત્તાની રૂઇએ, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(ખ) હેઠળ અંબર ચોકડી, ગુરુદ્વારા ચોકડી, ડી.કે.વી સર્કલ, બેડીનાકા, હનુમાન ગેઇટ અને સંતોષીમાં મંદિર ટ્રાફિક જંકશનોની ચારે દિશામાં ૩૦ મીટર સુધીના વિસ્તારમાં ખાનગી બસ, પીકઅપ વાન, સ્ટેશન વેગર, જીપ, મેટાડોર, છકડા રીક્ષા, ટેક્સીકાર, પ્રાઇવેટ કાર વગેરે પ્રકારના વાહનો ઉભા રાખવા માટે જાહેરનામા દ્વારા મનાઇ ફરમાવવામાં આવી છે.
કલેકટર કચેરી દ્વારા માન્ય કરવામાં આવેલ પાર્કિંગ સ્ટેન્ડમાં ઉભા રહેતા વાહનોને, સરકારી વાહનો તેમજ લોકોની સુખાકારી અને સુવિધા માટે સરકારી એજન્સીઓ મારફતે ચલાવવામાં આવતા વાહનોને આ જાહેરનામુ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
પ્રતીકાત્મક તસ્વીર
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024