મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ચૂર ગામના પ્રકરણમાં સરકારી બાબુ ની ધરપકડ કરતી જામનગર ઍ.સી.બી.
News Jamnagar November 26, 2020
જામનગર
જામજોધપુર તાલુકાના ચુર ગામના બે તત્કાલીન સરપંચો પુરીબેન નથુભાઈ રાઠોડ અને નિતેશસિંહ ગંભીરસિંહ જાડેજા કે જે બને સામે 2016 થી 2017 ના સમયગાળા દરમિયાન સરકારી વિકાસના કામો કર્યા વિના જ 1,89.400 લાખની સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનું ધ્યાનમાં આવતાં જામનગર એસીબીમાં બન્ને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
અને બંને પૂર્વ સરપંચની ધરપકડ કરી લઈ જેલ હવાલે કરાયાં હતાં.એસીબીના પી.આઈ.પરમાર અને ટીમ દ્વારા આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ ધમધમાટ શરૂ કરવામાં આવી હતી .
અને પ્રાથમિક તપાસમાં જે તે વખતના જામજોધપુરના અધિક મદદનીશ ઇજનેર માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત દર્શન હસમુખભાઈ પરમાર કે જેણે ટાંકો ઉભો કરવા માટેનું ખોટું સર્ટિફિકેટ આપ્યું હોવાનું માલુમ પડ્યું હતું અને તેણે આ સમગ્ર પ્રકરણમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું અનુમાન કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે .
દર્શન હસમુખભાઈ પરમાર કે જે હાલ ધ્રોલમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે જેની અટકાયત કરી લીધાં પછી જીજી હોસ્પિટલમાંકોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો , જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી તેની ઉપરોક્ત ગુના હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.એસીબીની તપાસ દરમિયાન આ પ્રકરણમાં હજુ પણ કેટલાક સરકારી કર્મચારી સહિતના નામ ખૂલે તેમ છે.જેને લઈને જામનગરના સરકારી વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024