મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં દેશવ્યાપી હડતાળને પગલે આજે મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકો સજ્જડ બંધ રહેતાં કરોડોનું ક્લિયરીંગ ઠપ્પ થયું.
News Jamnagar November 26, 2020
જામનગર
જામનગર દેશભરમાં આજે ગુરૂવારના રોજ રાષ્ટ્રીયકૃત બેંકની હડતાલ છે.ત્યારે ગુજરાત રાજ્યમાં 10 હજાર કરોડનું ટર્નઓવર ઠપ થયું છે.જામનગરમાંથી 1500 જેટલા બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા.
કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિ અને ખાનગીકરણને પ્રોત્સાહન સામે આજે વિવિધ સંગઠનો દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું ,જામનગરમાં બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. એકંદરે હડતાલને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો જો કે આજની હડતાલને તમામ વિભાગના કામદારોએ ટેકો જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિ તેમજ ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવતા હોવાથી આજે દેશના વિવિધ કામદાર સંગઠનો દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું છે.
તસ્વીર. સબીર દલ
જામનગરમાં આજની હડતાલમાં બેંક કર્મચારીઓ જોડાયા હતા. પરિણામે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અટકી પડ્યા હતા અન્ય રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. આ દરમિયાન બેંક કર્મચારીઓ દ્વારા પોતાની બેંક શાખામાં પ્લેકાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
આજની હડતાલને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત મજૂર મહાજન સંઘ સહિતના કામદાર સંગઠનો પણ આજની હડતાલમાં સામેલ થયા હતા.જેમાં યુનિયનના અગ્રણીઓ હરૂભા જાડેજા,દેલુભાઈ,પૂર્વ અગ્રણી મનુભાઈ ચનિયારા સહિતનાઓ જોડાયા હતાં.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024