મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજકોટની હોસ્પિટલમાં આગની ગોજારી દુર્ઘટનામાં 5 કોવિડ -19 દર્દીઓનાં કમકમાટીભર્યા મોત
News Jamnagar November 27, 2020
રાજકોટ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
ઓગષ્ટ મહિનામાં અમદાવાદ ની એક ખાનગી હોસ્પિટલમાં આગ નો દુર્ઘટના બની હતી જેમાં 8 દર્દી મુત્યુ પામ્યા હતા બાદ માં ઓગસ્ટના આખરે જામનગર ની જી જી હોસ્પિટલના આઈ.સી. યુ.યુનિટમાં આગ ફાટી નીકળી હતી.જેમાં કોઈ સદનસીબે જાનહાનિ થયેલ ન હતી. ફરી 27મી નવેમ્બર મોડી રાત્રેના ગુજરાતના રાજકોટની ખાનગી હોસ્પિટલ માં એકવાર આગ ફાટી નીકળી હતી.
રાજકોટ ના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કે 5 દર્દી આગમાં ભડથું થયા હતા.અને મોડી રાત્રે બીજા માળે આગ લાગતા ફાયર સ્ટાફ ની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી ને કેટલાક દર્દીઓને બચાવકામગીરી હાથ ધરી હતી અને સરકારી હોસ્પિટ્લ મા ખસેડવા મા આવ્યા હતા.
હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક સૂત્ર મુજબ માહિતી મળી છે.હજુ સપ્ટેમ્બર મહિનામાં જ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી મળી હતી .ત્યારે ગંભીર આગની ઘટના વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી એ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશ ને જવાબદારી સોંપવામાં આવી છે.
અહેવાલ. રિઝવાનભાઈ રાજકોટ પ્રતિનિધી
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024