મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ચૂર ગામના પ્રકરણમા તત્કાલીન તલાટી મંત્રીની ધરપકડ કરતી જામનગર ઍ.સી.બી.
News Jamnagar November 27, 2020
જામનગર
જામજોધપુર તાલુકાના ચુર ગામના બે તત્કાલીન સરપંચો પુરીબેન નથુભાઈ રાઠોડ અને નિતેશસિંહ ગંભીરસિંહ જાડેજા કે જે બને સામે 2016 થી 2017 ના સમયગાળા દરમિયાન સરકારી વિકાસના કામો કર્યા વિના જ 1,89.400 લાખની સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનું ધ્યાનમાં આવતાં જામનગર એસીબીમાં બન્ને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને બંને પૂર્વ સરપંચની ધરપકડ કરી લઈ જેલ હવાલે કરાયાં હતાં . એસીબીના પી આઈ.પરમાર અને ટીમ દ્વારા આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ ધમધમાટ શરૂ કરવામાં આવી હતી . અને પ્રાથમિક તપાસમાં જે તે વખતના જામજોધપુરના અધિક મદદનીશ ઇજનેર માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત દર્શન હસમુખભાઈ . પરમાર કે જેણે ટાંકો ઉભો કરવા માટેનું ખોટું સર્ટિફિકેટ આપ્યું હોવાનું માલુમ પડ્યું હતું અને તેણે આ સમગ્ર પ્રકરણમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું અનુમાન કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે . દર્શન હસમુખભાઈ પરમાર કે જે હાલ ધ્રોલમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે જેની અટકાયત કરી લીધાં પછી જીજી હોસ્પિટલમાંકોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો ,જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી તેની ઉપરોક્ત ગુના હેઠળ ધરપકડ કરી લેવામાં આવી હતી
આજરોજ ચુર ગ્રામ પંચાયત ના તત્કાલીન બેન સરપંચો તથા અધિક મદનીશ ઇજનેર ,તાલુકા પંચાયત , જામજોધપુર એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી . બાદ રવજીભાઇ મનસુખભાઇ ધારેવાડીયા , ઉ.વ .28 તત્કાલીન તલાટી કમ મંત્રી , વર્ગ -3 , ચુર ગ્રામ પંચાયત તા . જામજોધપુર ( હાલ આચાર્ય , ભોપલકા પ્રાથમીક શાળા તા . કલ્યાણેપુર જી . દેવભુમી દ્રારકા ) રહે . ભોપલકા ગામ તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્રારકા વાળાઓનું આ ગુન્હાની તપાસના કામેં આરોપી તરીકે નામ ખુલતા તેઓને આજરોજ તા.27 / 11/2020 ના રોજ કોવીડ -૧૯ ટેસ્ટ કરાવી જે ટેસ્ટ નેગેટીવ આવતા ધોરણસર અટક કરવામાં આવેલ છે .
એસીબીની તપાસ . દરમિયાન આ પ્રકરણમાં હજુ પણ કેટલાક સરકારી કર્મચારી સહિતના નામ ખૂલે તેમ છે તેવી સૂત્ર મુજબ માહિતી પ્રાપ્ત થયેલ છે.
Tags :
You may also like
શુભકામનાઓસભર વ્યક્તિત્વને શુભેચ્છાઓ
હેપી બર્થ ડે .....એ ઉમળકાસભર વાક્ય છે, એ સ્વૈચ્છીક હોય છે પરંતુ વ્યાપક બહુ જ છે. આપણા પરીવારજન, સ્વજન,મિત્ર,સંબંધી,પાડોશી,સહઅધ્યાયી,સહકાર્યકર્તા .....
February 08, 2025