મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શ્રી માં દર્શન ગૌશાળાના ગોડાઉનમાં એકાએક આગ ફાટી હતી લાખો નો ખસચારો બળીને ખાખ
News Jamnagar November 28, 2020
જામનગર
જામનગર નજીક આવેલી શ્રી માં દર્શન ગૌશાળાના ગોડાઉનમાં એકાએક ગઈ કાલે આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી .જામનગર લાલપુર બાયપાસ નજીક આવેલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ શ્રી માં દર્શન ગૌશાળામાં આગ લાગતા સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડ ને જાણ કરી હતી ભયંકર આગના કારણે ગોડાઉનમાં રહેલો ઘાસચારાનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. અબોલ ગાયોના મુખેથી કોળીયો છીનવતો અટકાવવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કારખાનેદારો સહિત ગૌપ્રેમીઓએ આગ બુજાવવા તનતોડ મહેનત કારી આગ આશરે બપોરે ના સમયે લાગી હતી અને મોડી સાંજે સુધી ફાયર ફાઇટરઓ આગ ને કાબુ માં લેવા માટે કલાકો સુધી પાણીનો 18 ટેન્કર વડે મારો ચલાવી મહા મહેનતે આગને કાબુમાં લેવાઈ હતી.સદનસીબે કોઈ જાનહાનિ ના થઇ નથી.ચીફ ફાયર ઓફિસર કે .કે .બિશનોઈ સહિતનો ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કલાકો ની જહેમત બાદ આગ પર કાબુ મેળવલ હતો અને ગૌ સેવાના સહભાગી બન્યા હતા
સંચાલકો ની અપીલ
જામનગર નજીક દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી માં દર્શન ગૌશાળા કે જ્યાં ૩૧૫ જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવે છે ,જે ગૌશાળામાં આગજનીની ઘટના બનતાં ગાયો માટે રાખવામાં આવેલો ઘાસચારાનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો છે . જેથી ગાયો માટે આવતીકાલથી ઘાસચારાનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવી પરિસ્થિતિ છે . ઉપરોક્ત ગૌશાળામાં રહેલી ત્રણસો પંદર જેટલી ગાયો કે જેઓને પ્રતિદિન ૨૦૦ મણ જેટલું નિરણ અથવા ઘાસચારો – મગફળીનો ભૂકો વગેરે ખોરાક તરીકે અપાય છે .જે તમામ જથ્થો અંદાજે ૬૫ હજાર મણ જેટલો જથ્થો બળીને ખાખ થઈ જતા ગૌ શાળાના સંચાલકો વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે .માં દર્શન ગૌશાળા દ્વારા ગાયોના નિભાવ માટે ફંડ એકત્ર કરવા માટે કોઈપણ પ્રકારની પહોંચ કે અન્ય ફાળાની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી . તાજેતરમાં ફટાકડા નું શેલ કરવામાં આવ્યું હતું જેના નફાની રકમથી ઘાસચારો ખરીદ કરીને ગોડાઉનમાં રખાયો હતો . જે પણ હાલ બળી ગયો છે , ત્યારે પ્રતિદિન ૨૦૦ મણ જેટલું ઘાસ આવતીકાલેથી આપવા માટે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે .જેથી જામનગરની જનતાએ ગાયોના ઘાસચારાના પ્રશને ગૌશાળાના સંચાલકોની મદદે આવવાની તાતી જરૂરિયાત છે.
તસ્વીર સબીર દલ
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024