મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બાલાંભા આશ્રમના મહંતની ધરપકડ કરવામાં આવી મહિલા પર બળાત્કાર ગુજારવાનો છે આરોપ.
News Jamnagar November 28, 2020
જામનગર
જોડીયા ના બાલંભા ના ઉદાસીન આશ્રમ ના મહંત વિરૂઘ્ધ મહિલાએ દુષ્કર્મ નો આરોપ લગાવ્યો હતો આરોપી કહેવાતા સંત એ સેવાકાર્યમાં રોકાયેલ મહિલા સાથે શારીરીક અડપલા કર્યા હોવાની વિગતો જાહેર થઇ હતી પોલીસ એ સંત ને ધરપકડ કરી છે.
જામનગરના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ચકચાર મચાવનાર ઘટના બની હતી . જેની ફરિયાદ જોડિયા પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. અને જોડિયા પોલીસ પાસેથી પ્રાપ્ત થઈ રહેલ વિગતો પ્રમાણે જોડિયા નજીક બાલંભા ગામે ઉદાસીન આશ્રમ આવેલ છે. અને આ આશ્રમના મહંત તરીકે 56 વર્ષ ના હરીદાસબાપૂ કાર્યભાર સાંભરે છે. એવામાં ફેબ્રુઆરી 2020 ના આ આશ્રમના અનુયાયી એવી એક મહિલા ને સંત દ્વારા ફોન કરી ને એવું કહ્યું કે હું બીમાર છું. તમે મારી સેવા કરવા આવો.અને નજીક ના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી 40 વર્ષ ની પરિણીત ને પોતાના આશ્રમ ખાતે બોલાવેલ અને ભોગબનનાર પરણીતા. ને જ્યારે મહંત ના પગ દબાવી રહી હતી.ત્યારે સત હરિદાસબાપુની નીયત બગડતા તેને મહિલા ને અચાનક જ તેણીને પકડી લઈ શારીરિક અડપલાં કર્યા હોઈ અને દુષ્કર્મ ગુજાર્યું હોઈ.તેવા આક્ષેપ સંત વિરુદ્ધ ફરિયાદ કર્યો છે. આ ફરિયાદ ને મોડી મોડી ફરિયાદ દાખલ થવા પાછળ નું કારણ કઈક એવું હતું.કે સંત અવારનવાર મહિલા ને ફોન ઉપર ધમકી ઓ આપતો હતો કે જો આ બાબત ની કોઈ ને પણ જાણ કરી છે તો હું તાંત્રિક વિધિ કરીશ અને અન્ય અનુયાયીઓ ને કહીને તમને નુકસાન પહોંચાડીશ .તેવી ધમકીઓ આપતા હતા. જેથી આ મહિલાને પોતાના પરિવારને થોડા મહિનાઓ પછી જાણ કર્યા પછી ફરિયાદ માટે જોડિયા પોલીસ સ્ટેશને પહોંચી જઈ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો .પોલીસે ફરિયાદ નોંધી ને મહિલાને તબીબી ચકાસણી માટે ખસેડી હતી અને મહંતની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.અંતે તા.27.ના મોડી સાંજે કહેવાતા સંત હરિદાસબાપુને અટક કરી લીધા હતા પોલીસે મહંતને કોર્ટ સમક્ષ રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.જોડિયા પોલીસ સ્ટેશનના PSI એમ.આર.વાળા.કલપેશભાઈ દલસાનિયા સહિત ના સ્ટાફ દ્વારા આગળની તપાસ ચલાવાઈ રહી છે
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025