મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આર્યુવેદીક સ્ટાફ કોલોનીના રહેણાંક મકાનમાંથી પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો
News Jamnagar November 28, 2020
જામનગર
તા .૨૬ / ૧૧ / ૨૦૨૦ જામનગર શહેરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી જામનગર સીટી “ બી ” ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ જામનગર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય સાહેબની સુચના મુજબ અને માર્ગદર્શન મુજબ આજરોજ પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાધે તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ . શોભરાજસિંહ જી . જાડેજા તથા પો.કોન્સ . યુવરાજસિંહ જાડેજા તથા હરદીપભાઇ બારડને ચોકકસ સયુંક્ત બાતમીરાહે હકીકત મળેલ કે જામનગર આર્યુવેદીક સ્ટાફ કોલોની બ્લોક નં . સી / ૮ માં રહેતા અનિરુધ્ધસિંહ સોઢા એ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે રાખેલ છે .
જેથી હકીકત આધારે સદર ઈસમના ઘરે રેઈડ કરતા અનિરુદ્ધસિંહ બચુભા સોઢા જાતે દરબાર ઉ.વ .૫૫ ધંધો નોકરી રહે . આર્યુવેદીક સ્ટાફ કોલોની , બ્લોક નં . સી / ૮ , જામનગર વાળાના રહેણાંક મકાનમાંથી ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ( ૧ ) McDOWELLS NO 1 વ્હીસ્કી કાચની કંપની શીલબંધ બોટલ નંગ -૨૪ કિં.રૂ. ૧૨,૦૦૦ / – ગણી તેમજ ( ૨ ) EPISODE GOLD WHISKY કાચની કંપની શીલબંધ બોટલ નંગ- ૫૧ કિ.રૂ.૨૫,૫00- ગણી કુલ બોટલો નંગ ૭૫ કિ.રૂ ૩૯,૭૫૦ / – ના મુદ્દામાલ સાથે પકડી મજકુર આરોપીનો કોવીડ -૧૯ નો રીપોર્ટ નેગેટીવ આવ્ય અટક કરવા પર બાકી છે . જેના વિરૂધ્ધ ધોરણસર થવા પો.હેડ.કોન્સ . શોભરાજસિંહ જી . જાડેજા એ ફરિયાદ આપેલ છે અને પો .ઇન્સ . કે.એલ.ગાધે એ ધોરણસર કાર્યવાહી કરેલ છે .
આ કામગીરીમાં પોલીસ ઈન્સ. કે.એલ.ગાધે તથા પોલીસ હેડ કોન્સ . શોભરાજસિંહ જાડેજા , રવીરાજસિંહ જાડેજા , ક્રિપાલસિંહ જાડેજા , રાજેશભાઈ વેગડ તથા પો.કોન્સ કીશોરભાઈ પરમાર , ફૈજલભાઇ ચાવડા , યુવરાજસિંહ જાડેજા , હરદીપભાઇ બારડ દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025