મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામખંભાળિયાની ભર બજારોમાં નગ્ન અવસ્થામાં શખ્સને પોલીસ મથકે લઈ જવાયો
News Jamnagar December 01, 2020
દેવભૂમિ દ્વારકા
જામખંભાળિયામાં એક શખ્સને નગ્ન હાલતમાં કેટલાક શખ્સો દ્વારા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતો ચંદુ ગઢવી નામના શખ્સને કેટલાક શખ્શો એ ધોકાવી નગ્ન હાલતમાં પોલીસ મથકે લઇ જવા નું જધન્ય કૃત્ય કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
આ ઘટનામાં જે રીતે પ્રાથમિક વિગતો જાણવા મળે છે તે પ્રમાણે જે યુવકને નગ્નાવસ્થામાં આજે સવારે આશરે 11.30 વાગે સમયે ભરબજારે ફેરવવામાં આવ્યો તયારે આ બનવા ને પગલે જામખંભાળિયા પોલીસ મથકે લોકોના ટોળેટોળા એકત્ર થયા.અને સોશિયલ મિડિયા માં વિડીયો અને ફોટો વાયરલ થતાં જ પોલીસ એકશન માં આવી હતી.
સૂત્ર મુજબ મળતી મુજબ અંગત અદાવત નો ખાર રાખી આજે કેટલાક શખ્શો દ્વારા આ યુવકને પહેલા તેની કારમાં બેસાડવામાં આવ્યા બાદ નગ્ન કરી અને તેને ભરબજારથી માંડીને પોલીસ મથક સુધી લઇ જવામાં આવ્યો છતાં પોલીસ શું કરતી હતી તે સવાલ છે કારણ કે કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી ઘટના અંગે જામ ખંભાળિયા ના ઇન્ચાર્જ એસ.પી.હીરેન્દ્ર ચૌધરીએ કહ્યું કે આ મામલે જે શખ્સોએ યુવકને નગ્ન કર્યો તેની વિરુદ્ધમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલી રહી છે.અને તે શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
અને ફરિયાદ બાદ વધુ વિગતો જાહેર કરાશે માર મારવા તેમજ નગ્ન અવસ્થામાં શખ્સને પોલીસ મથકે ક્યાં કારણે લઈ જવાયો તેનું સાચું કારણ હજુ સુધી અંકબંધ છે
અહેવાલ.મહમદ ચાકી.ખંભળીયા
સાથે.સાગર
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025