મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરતા ધ્રેવાડ નજીક ડમ્પર-કાર વચ્ચે ટક્કર, 4ના મોત
News Jamnagar December 01, 2020
દેવભૂમિ દ્વારક
દ્વારકાના ધ્રેવાડ તાલુકામાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે. જેમાં 3 પુરૂષ અને એક મહિલાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર મૃતક પરિવાર દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.
દ્વારકાના ધ્રેવાડ તાલુકામાં ડમ્પર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનાં મૃત્યુ નિપજ્યાં
પોલીસે સમગ્ર મામલે ઘટનાસ્થળે પહોંચીને કરી કાર્યવાહી
રાજ્યમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ બને છે જેનો નિર્દોષ લોકો પણ ભોગ બને છે. ત્યારે આજે(મંગળવાર) જામનગર-દ્વારકા હાઇવે પર ધ્રેવાડ તાલુકામાં ડમ્પર અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરે કારને ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં કુલ 4 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે.
મળતી માહિતી અનુસાર 3 પુરૂષના ઘટનાસ્થળે અને 1 મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઈજાગ્રસ્તને મહિલાને સારવાર અર્થે દ્વારકા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની ધ્રેવાડ ગામજનોને જાણ થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. ગ્રામજનોએ સમગ્ર ઘટનાની જાણ દ્વારકા પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.
સાગર સંઘાણી,જામનગર.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024