મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી ખંભાળિયામાં યુવાનને નગ્ન કરી, શહેરમાં ફેરવતા શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ સમગ્ર મામલા ની તાપસ
News Jamnagar December 02, 2020
દેવભૂમિ દ્વારકા
નિર્વસ્ત્ર કરી યુવાન ને માર મારવાની સમગ્ર ઘટના અંગે વિસ્તૃત વીડિયો.
શું કહું હતું ચંદુ રૂડાચ .આરોપીઓ નું સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું .ભરબજારોમાં સરઘસ કાઠી કાયદા ની ભાન કરવી હતી.
રેન્જ આઈજી.નું મોટું નિવેદન
શું કહ્યુ ઈન્ચાર્જ એસ.પી.ચૌધરીસાહેબે નિવેદનમાં જાણવા માટે જુવો ખાસ વીડિયો..
લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી ખંભાળિયામાં યુવાનને નગ્ન કરી, શહેરમાં ફેરવતા શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ સમગ્ર મામલા ની તાપસ
પોલીસ દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગઈકાલે સવારે ચંદુ અરજણ રુડાચ નામના એક શખ્સ દ્વારા વિવિધ મુદ્દે સોશિયલ મીડિયામાં ફેસબુક લાઈવ વિગેરે મારફતે વિડિયો શેર કરી અને ખંભાળિયાના રહીશ એવા ગઢવી ભારા જોધા ભોજાણી સહિતના પાંચ કુટુંબના સભ્યો દ્વારા ચંદુ રુડાચનું અપહરણ કરીને લઈ જવામાં આવ્યો હતો.
આરોપી શખ્સો દ્વારા ફરિયાદી ચંદુ રુડાચને બેફામ માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી, તેનો મોબાઇલ તોડી નાખવામાં આવ્યો હતો. આટલું જ નહી આરોપી શખ્સો દ્વારા ચંદુ રુડાચને નિર્વસ્ત્ર કરી અને શહેરના જુદા જુદા માર્ગો પર ફેરવવામાં આવ્યો હતો. બાદમાં આ શખસો તેને ખંભાળિયા પોલિસ સ્ટેશને લઈ ગયા હતા.
આ બનાવના અનુસંધાને ચંદુ અરજણ રુડાચ દ્વારા ખંભાળીયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે મુદ્દે અહીંના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હિરેન્દ્ર ચૌધરી, ડીવાયએસપી સમીર સારડા, ઇન્ચાર્જ પી.આઇ. સી.બી. જાડેજા સહિતના સ્ટાફે આ અંગે તાકીદની કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરી હતી. આ બનાવના અનુસંધાને રેન્જ આઇ.જી. સંદીપ સિંગ આજરોજ રાત્રે ખંભાળિયા ખાતે આવ્યા હતા અને આ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા- વિચારણા કરી અને આ સમગ્ર પ્રકરણની તપાસ dig shree સીધા સુપરવિઝન હેઠળ એલસીબી વિભાગને સોંપવા માટેનો હુકમ કર્યો હતો.
આ કલમો અનુસાર થયાં ગુના દાખલ.
આ અંગે જામ ખંભાળિયા ના ઈન્ચાર્જ એસ.પી .ચૌધરીએ પ્રેસ કોન્ફોર્ન્સ ગઈકાલે યોજી આપી હતી માહિતી .પોલીસે પાંચેય શખ્સોની અટકાયત કરીલેવામાં આવ્યા છે અને પોલીસે આ 4 ભાઈઓ ભારા જોધા ગઢવી , પ્રતાપ જોધા ગઢવી , જોધા ગઢવી , કિરીટ જોધા ગઢવી સામે અપહરણ , કાવતરું , ગોંધી રાખવા અને મારમારવા તેમજ નગ્ન કરી ફેરવવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ફરીયાદ નોંધી હતી . જેમાં આઇ.પી.સી. કલમ 365 , 342 , 323 , 294 ( ખ ) , 427 , 355 , 506 ( 2 ) , 120 ( બી ) તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.
અહેવાલ. મમદ ચાકી.
જામ ખંભાળિયા
જામ .સાગર
વિડીયો.સોંર્સ ફેસબુક
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024