મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભારતીય નૌ-સેના દિવસની ઉજવણીના ભાગરૂપે નેવીબેન્ડ કાર્યક્રમ યોજાયો હતો.
News Jamnagar December 02, 2020
જામનગર
આઇ એન એસ વાલસુરા નૌસેનાના જવાનોએ અલગ-અલગ સંગીત ના સૂર રેલાવી ઢળતી સંધ્યાને વધુ નિખારી હતી.
ભારતીય નૌસેના દ્વારા નેવી ડે ની દર વર્ષે 4 ડિસેમ્બર ના ઉજવણી કરવામાં આવે છે. જામનગર નૌસેના મથક ખાતે પણ અલગ-અલગ કાર્યક્રમો દ્વારા આ સપ્તાહની ઉજવણી કરાઇ છે.બાંગ્લાદેશ સામેની લડાઇમાં વર્ષ 1971ના યુદ્ધમાં ભારતીય નેવીએ પશ્ર્ચિમના દરિયાઇ કિનારે પાકિસ્તાન વિરૂદ્ધ યુદ્ધમાં કરાચી બંદરને નુકશાન પહોંચાડી મહત્વની ભૂમિકા ભજવી હતી.નૌસેનાની આ જાંબાઝ કાર્યવાહીની યાદમાં પ્રતિવર્ષ ડીસેમ્બર માસમાં નૌસેના સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
જામનગર નજીક આવેલ નૌસેના મથક આઈએનએસ વાલસુરામાં પ્રિમિયર ઈલેક્ટ્રીક ટ્રેઈનીંગ એસ્ટાબ્લીશમેન્ટ દ્વારા નેવી બેન્ડ કોન્સર્ટનો કાર્યક્રમ યોજાયો હતો. નૌસેનાના જવાનોએ દેશ ભકિતના તેમજ અલગ-અલગ રિધમ પર સંગીતની સુરાવલીઓથી હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને આઇએનએસ વાલસુરા નેવી મથકના કમાન્ડીંગ ઓફિસર અજય પટણી સહિતના નેવીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ સબીર દલ
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025